October 1, 2022

પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો હતો.

પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો હતો.
Views: 199
0 0

Share with:


Read Time:1 Minute, 32 Second
પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો હતો.

વીડિયો વાયરલ થતાં પોલીસે કરી હતી કાર્યવાહી

પાલનપુરમાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યાંનો કિસ્સો સામે આવ્યો હતો. 20 દિવસ પહેલાંની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે આખરે પોલીસે ઢોંગીની ધરપકડ કરી લીધી છે.

કચ્છના આડેસર ગામના 55 વર્ષીય ભવાનભાઈ પ્રજાપતિ એક મહિના પહેલાં સંક્રમિત થતાં ડીસામાં તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં જગ્યા ના મળતા પરિવારે ભૂવાને બોલાવીને વિધિ કરાવી હતી. ભૂવાએ તેમને સુવાડીને પેટ પર પગ મૂકીને સાજા થવાના આશીર્વાદ આપ્યા હતા. જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.

20 દિવસ પછી આ સમગ્ર ઘટનામાં કોરોનાગ્રસ્ત દર્દી પર આ રીતે વિધિ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હકીકત સામે આવી હતી ત્યારે આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી રાપરના નાડેલાનો લેભાગુ ગુરુ મોહન ભગતને પકડી પાડ્યો છે. સાથે જ દિનેશ પ્રજાપતિ (રાપર) અને રાયમલ (ભગતનો ગુરૂભાઈ)ની પણ ધરપકડ કરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: