
ઉનાના એક ગામે રહેતો શખ્સ સગીરવયની દીકરીને ચોકલેટ આપવાના બહાને લઈ જઈ હોઠ પર કરડી અડપલાં કર્યાં હતા. ત્યારે ઇજાગ્રસ્ત સગીરાને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પડ્યો હતો. આરોપીનું મેડીકલ તપાસણી કરાવતા નરાધમે બળાત્કાર પણ કરેલો હોવાનું તપાસમા ખુલતા 376 કલમનો ઉમેરો કરાયો છે.
આરોપી કાળુભાઇ અભુભાઇ ભાલીયાએ સગીરવયની દીકરી (ઉ.વ. 5)ને ગામમાં ખોડીયાર માતાજીના મંદિરે રમતી હતી. તે વખતે બાળકીને ચોકલેટ આપવાનુ બહાનુ કરી બદકામ કરવાના ઇરાદે લઇ જઇ તેના હોઠ ઉપર કરડી(બચકુ) ભરી જઇ અને શરીરે અડપલાં કર્યા હતાં. જેથી બાળકીને હોઠના ભાગે ઇજા કરતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતી. આ ગંભીર બનાવ બાબતે દીકરીના કાકાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ-354(ક), 323, તથા જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ-10 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પી એસ આઈ એ.બી.વોરાએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી જેમાં નવાબંદર મરીન પોલીસના ASI કે.બી.પરમાર, જોરૂભા મકવાણા, રાજેન્દ્રભાઇ વાજા, કાનજીભાઇ વાણવી, હસમુખભાઇ ચાવડા, ગોવિંદભાઇ વાળા, તેમજ વિજયભાઇ ચૌહાણ સહીતની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. જે બાદ તેની તપાસ દરમિયાન ભોગ બનનાર તથા આરોપીનું મેડીકલ તપાસણી કરાવતા ભોગ બનનાર સાથે આરોપીએ બળાત્કાર પણ કરેલો હોવાનુ તપાસમાં ખુલતા આરોપી વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદમાં ઇ.પી.કો. ક.376 એ-બી, તથા જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ-6 મુજબનો ઉમેરો કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રીપોર્ટ કરી તેમજ આરોપીને અટક કરી પુરતા સાંયોગિક તથા મેડીકલ પુરાવાઓ મેળવી 7 દિવસમાં જ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન