February 23, 2024

પર્યટકનો મૃતદેહ મળ્યો:દીવના બંદર જેટી સામે પર્યટકનો મૃતદેહ મળી આવ્યો; પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડ્યો

પર્યટકનો મૃતદેહ મળ્યો:દીવના બંદર જેટી સામે પર્યટકનો મૃતદેહ મળી આવ્યો; પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડ્યો
Views: 565
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 32 Second

દીવના બંદર જેટી સામેના ભાગે એક પર્યટકનો મૃતદેહ પડેલ હોય તેની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયેલ અને મૃતદેહની ઓળખ માટે ખિસ્સા માંથી નીકળેલ આધાર કાર્ડ મુજબ મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં તહેવારમાં શનિ-રવિની રજાના દિવસમાં પર્યટકનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારે દીવ બંદર જેટી સામે રાત્રિનાં સમયે એક પર્યટકને લાંબા સમય સુધી રસ્તાને સાઈડમાં સૂતેલો જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ એ ઘટના સ્થળે પહોંચીને યુવકની તપાસ કરતાં યુવક મૃત હાલતમાં જોવા મળતા ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી.

પર્યટકનો મૃતદેહ મળ્યો:દીવના બંદર જેટી સામે પર્યટકનો મૃતદેહ મળી આવ્યો; પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડ્યો

જોકે આ યુવકના મૃતદેહની તપાસ કરી તેમની ઓળખ માટે પહેરેલા પેન્ટના ખિસ્સામાં ચેક કરતા ખિસ્સા માંથી પોતાનો આધાર કાર્ડ નિકળ્યું હતું. જેમાં તે વ્યક્તિ જામનગરનો હોય તેવું જાણવા મળ્યુ હતું. અને તેનું નામ એમ.સીદીક.એ.સૈયદ ઉંમર ૪૦ વર્ષના હોય તેમને ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author