
નાબાર્ડ તેમજ ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડા દ્વારા કોડિનાર તાલુકામાં મિતિયાજ ગામે મહિલાઓને ઉનની વિવિધ બનાવટો અને તેનાથી આર્થિક ઉપાર્જન વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં નાબાર્ડ ડીડીએમ કિરન રાઉતે નાબાર્ડની કામગીરી વિશે તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ વિશે માહિતી આપી હતી.

જ્યારે ટ્રેનર પ્રતિભાબહેન ત્રિવેદીએ ઉપસ્થિત તમામ મહિલાઓને ઘરમાં ઉપયોગી તેમજ વેચાણ અર્થે ઉનની વિવિધ બનાવટ જેમ કે, ઉનના સ્વેટર, મોજા, તોરણ વગેરે વિશે પ્રાથમિક માહિતી આપી હતી તેમજ વિવિધ બનાવટો તૈયાર કરવાની પ્રક્રિયાથી લઈ માર્કેટમાં વેંચાણ સુધીની સમજ આપી હતી.

નોંધનીય છે કે આ તાલિમ વર્કશોપ ૯ જૂન સુધી ચાલશે. જેમાં મહિલાઓને ઉનની વિવિધ બનાવટો શીખવવામાં આવશે અને માર્કેટમાં વેંચાણ કઈ રીતે કરવા સુધીની તમામ સમજણ પણ આપવામાં આવશે. આ તકે RSETI ડિરેક્ટર શ્રી પી.એલ.ગોહેલ, ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેસિડન્ટ લલિતાબહેન પાનસુરિયા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન