
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજનો દિવસે ઘણી રાજકીય ઘાટનો સામે આવી છે. જેમાં ઘણી જગ્યાએ અલગ અલગ પક્ષના લોકોનો વિરોધ કરવાની ઘટના સામે આવી છે, જ્યારે ઘણી જગ્યાએ વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે સાંજના સમયે કોંગ્રેસનાં ઘરાસભ્ય અનંત પટેલ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. એવી આશંકા કરવામાં આવી રહી છે કે આ હુમલો ભાજપ દ્વારા કરવવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ નવસારીના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અનંત પટેલ જ્યારે ખેરગામમાં સરપંચને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન ખેરગામ બજાર આગળ આ ઘટના બની હતી. જેમાં અનત પટેલને આંખના ભાગે ઇજા પહોંચી છે અને તેમની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત પટેલ ઉપર આ પહેલી વાર હુમલો નથી થયો અગાઉ પણ તેમની ઉપર હુમલો થઈ ચૂક્યો છે. અનત પટેલના સમર્થકો દ્વારા એવી આશંકા કરવામાં આવી રહી છે કે અનંત પટેલ ઉપર થયેલો આ હુમલો ભાજપના ભીખુભાઈ આહિર અને રીંકું નામના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી