December 11, 2023

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM ની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM ની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ
Views: 451
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 9 Second
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM ની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ

વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા પ્રચાર અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતરીને વિવિધ કાર્યક્રમો થકી ખુદ પીએમ મોદી લોકો સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદના આંગણે 36મી નેશનલ ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં પીએમ મોદી આજે સાંજે અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે પણ જાણી લઈએ….

અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પીએમ મોદી આજે 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદીને સાંભળવા અને કાર્યક્રમ નિહાળવા માટે 1લાખની સંખ્યમાં જનમેદની મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સહીત 7 જગ્યાએ નેશલન ગેમ્સ રમાવવા જઈ રહી છે. મોટેરા સ્ટેડિયમ, ટ્રાંસ્ટેડિયા, રિવરફ્રન્ટ, સંસ્કારધામ, કેન્સવિલે, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, રાઇફલ ક્લબ,  ક્રાઉન શૂટિંગ એન્ડ આર્ટસ કંપની ખાતે વિવિધ નેશનલ ગેમ્સ યોજાશે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી અલગ અલગ રમતના અંદાજે 7 હજારથી વધુ ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહ્યાં છે. ખેલાડીઓને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે ખાસ વોલ્વોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્શકો કોઈપણ પ્રકારની અગવડતા વિના સ્ટેડિયમમાં પહોંચી શકે તે આશયથી AMTS અને ST ની બસ મુકવામાં આવી છે. નેશનલ ગેમ્સની ઈવેન્ટ માટે AMTS ની 450 થી વધુ જયારે ST ની 33 જિલ્લાઓમાં 1750 બસ મુકવામાં આવી છે.

પીએમ મોદી આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવશે. શહેરીજનો લોક લાડીલા પ્રધાનમંત્રી અને દેશભરના રમતવીરોને આવકારવા તૈયાર છે. શહેરભરમાં પોસ્ટર્સ અને RTO સર્કલને સ્પોર્ટ્સ થીમ ઉપર શણગારવામાં આવ્યા છે. મેહેંદીના છોડથી બનેલા સ્કલ્પચર્સ સુભાષબ્રિજના સર્કલ ઉપર મુકવામાં આવ્યા છે. જુદી જુદી ગેમ્સ રમતા સ્કલ્પચર્સ પણ અહીં મુકવામાં આવ્યાં છે. આજથી 8 જુદી જુદી જગ્યાએ 36 વિવિધ ગેમ્સમાં 7 હજારથી વધુ રમતવીરો સ્પર્ધક તરીકે ભાગ લેશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author