
સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શ્યિલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ તેમજ રક્ષાશક્તિ સ્કૂલ્સ તેમજ મોડેલ સ્કૂલ્સમાં ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ.૬માં પ્રવેશ માટે રાજ્યસ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન છે.
જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧થી ૫નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને તેમજ સ્વનિર્ભર/ખાનગી શાળાઓમાં ધોરણ-૫નો અભ્યાસ કરનાર ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ્સ તેમજ મોડલ સ્કૂલ્સના ધોરણ-૬ માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે જેમાં મેરિટ આધારિત ધોરણ-૬માં પ્રવેશ મળશે.
આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ૨૩ માર્ચ ૨૦૨૩થી ૦૫ એપ્રિલ ૨૦૨૩ સુધી રહેશે જ્યારે કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૩ રહેશે. વધુ વિગતો માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org ની મુલાકાત લેવી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી