
ઉનાના નાનાડેસર અને લામધાર ગામ વચ્ચે રસ્તા પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર બેઠા પુલની દીવાલમાં ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસમાં અકસ્માતની ફરીયાદ નોંધાવતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ અશ્વિન કાંતિ સોલંકી (કાળાપાણના રહેવાસી) તથા અક્ષય રમેશ બાંભણીયા (ખાણના રહેવાસી) તેમજ સંદીપ લખમણ બાંભણીયા (ઉનાના રહેવાસી) આ ત્રણેય યુવાનો મોડી રાત્રિનાં સમયે કાર નં. GJ 23 BD 9850માં બેસી નાથળ ગામ તરફ કામ માટે જતાં હતા. આ સમયે નાનાડેસર અને લામધાર ગામ વચ્ચે રસ્તા પર કાર ચલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક કાર બેઠા પુલની દીવાલમાં ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અક્સ્માતમાં અશ્વિન તેમજ અક્ષય બે યુવાનોને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે સંદીપને પગમાં ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બંને યુવાનોના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલો હતો. આ અક્સ્માતમાં કારના આગળના ભાગનો બુકડો બોલી ગયેલો હતો. આ અકસ્માતની જાણ મૃતકનાં પરીવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે સંદીપ લખમણ બાંભણીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન