May 19, 2022

દિવ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનશીનભાઈ બામણીયા નો સન્માન સમારોહ યોજાયો

દિવ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનશીનભાઈ બામણીયા નો સન્માન સમારોહ યોજાયો
Views: 34
0 0

Share with:


Read Time:4 Minute, 45 Second
દિવ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનશીનભાઈ બામણીયા નો સન્માન સમારોહ યોજાયો

ગુજરાત પ્રણામ દૈનિક સમાચારપત્ર નાં આરપાર કોલમ ની અંદર તેઓ દ્વારા રચિત ૧૦૦ આર્ટિકલ પૂર્ણ થયાને લઈ સન્માનિત કરાયા

દિવ નાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર નાં સભાખંડ ખાતે ગુજરાત પ્રણામ દૈનિક સમાચારપત્ર માં દર બુધવારે પ્રકાશિત આરપાર કોલમ ની અંદર દિવ – નાગવા નાં રહેવાસી સાહિત્ય પ્રેમી અને શિક્ષક માનશીનભાઈ બામણીયા દ્વારા લખવામાં આવેલ ૧૦૦ આર્ટિકલ પૂર્ણ થયાને લઈ ગુજરાત પ્રણામ દૈનિક સમાચારપત્ર નાં તંત્રી ભાવનાબેન શાહ દ્વારા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે દિવ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર નાં મુખ્ય સંચાલિકા ગીતાદીદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે એજ્યુકેશન ઓફિસર પિયુષ મારુ, દિવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપીનભાઈ શાહ, દિવ બાલ ભવન બોર્ડ નાં ડાયરેક્ટર પ્રેમજીત બારીયા અને એડવોકેટ આર. વી. મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ નો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ભાવનાબેન શાહ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ નાં મુખ્ય અતિથિ બ્રહ્માકુમારી ગીતાદીદી અને ગુજરાત પ્રણામ દૈનિક સમાચારપત્ર નાં તંત્રી ભાવનાબેન શાહ નાં હસ્તે સાહિત્ય તેમજ કલાપ્રેમી અને શિક્ષક માનશીનભાઈ બામણીયા ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે તેઓના મિત્ર વર્તુળ દ્વારા કેક કાપી આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવોએ માનશીનભાઈ બામણીયા ની કાર્યશૈલી ને બીરદાવી હતી અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા અને આગળ પણ તેઓ દ્વારા સ્વરચિત કૃતિઓ સમાજ અને લોકો માટે પ્રેરણારૂપ નીવડે તે માટે નાં લેખ લખતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.

માનશીન બામણીયા એક ઉમદા અને એક્ટિવ શિક્ષક હોવાની સાથે સાથે ઘણાં ક્ષેત્રો માં કાર્યદક્ષ છે. તેઓને તેમના ધર્મપત્ની શ્રીમતી લીલાવંતી માનશીન બામણીયા નો પણ પૂરતો સહકાર કલાક્ષેત્રે મળતો હોઇ, તેઓએ પોતે ઘણાં ઉમદા લેખો પણ લખેલ છે, જેમાંથી સાગરખેડૂ નાં જીવન પર આધારિત એક નાની ઘૂઘમ નામની ફિલ્મ પણ થોડાં સમય અગાઉ બનાવી ચૂક્યા છે અને દિવ જિલ્લા માં વસતાં માછીમાર તેમજ સાગરખેડુ લોકો ની જીવનશૈલી ને રૂપેરી પડદા પર લઈ જવાની તજવીજ માં પણ તેઓ દ્વારા અનેરું યોગદાન હાલમાં આપવામાં આવી રહેલ છે. આ પ્રસંગે માનશીન બામણીયાએ દિવ પ્રશાસન તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દિવ શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન તેમજ સ્થાનિક પત્રકારો નો સહકાર બદાલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પ્રણામ દીવ દૈનિક સમાચાર પત્ર ના તંત્રી ભાવનાબેન શાહે મંચસ્થ મહાનુભાવો અને અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સર્વે મહેમાનો નો રુદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ. અને કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત તેમજ આભારવિધિ ગુજરાત પ્રણામ દૈનિક સમાચારપત્ર નાં તંત્રી ભાવનાબેન શાહ દ્વારા કરવામાં આવેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed