October 1, 2022

દિવ બંદર ચોક ખાતે ધમધમતો ખાણી પીણી નો ધંધો કરતાં કેબિન ધારક નો વ્યવહાર “ચોરી અને ઉપરથી શીના જોરી”

દિવ બંદર ચોક ખાતે ધમધમતો ખાણી પીણી નો ધંધો કરતાં કેબિન ધારક નો વ્યવહાર “ચોરી અને ઉપરથી શીના જોરી”
Views: 166
0 0

Share with:


Read Time:5 Minute, 51 Second

દિવ બંદર ચોક ખાતે ધમધમતો ખાણી પીણી નો ધંધો કરતાં કેબિન ધારક નો વ્યવહાર “ચોરી અને ઉપરથી શીના જોરી”

દિવ બંદર ચોક ખાતે ધમધમતો ખાણી પીણી નો ધંધો કરતાં કેબિન ધારક નો વ્યવહાર “ચોરી અને ઉપરથી શીના જોરી”

તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સાચાં સમાચાર ને ખોટાં સાબિત કરવા માટે “ગંગેશ્વર ગાંઠિયા રથ” નાં નામે કેબિન ચલાવતાં કેબિન ધારકે વકીલ દ્વારા નોટિસ પાઠવી ગુજરાત પ્રણામ નાં એડિટર પર ખોટી રીતે દબાણ લાવવાં નો કર્યો પ્રયત્ન

ફૂડ લાયસન્સ માં રજૂ થયેલ સોગંદનામા માં ખોટો પી.ટી.એસ.નંબર દર્શાવી અને ફક્ત દિવસ નાં સમય પૂરતી આપેલ મંજૂરીનો કેબિન ધારકે કર્યો દુરુપયોગ

દિવ જિલ્લા માં પ્રશાસન નાં હિતેચ્છુ હોવાનો ડોળ કરનાર કહેવાતાં લોકો ગેરકાયદેસર રીતે પ્રશાસન ની આંખો નાં ધૂળ ઝોંકી ઘણી જગ્યાએ ધંધો – રોજગાર ધરાવતાં જોવા મળી આવે છે. આવો જ એક કિસ્સો ગુજરાત પ્રણામ નાં એડિટર નાં ધ્યાન માં આવેલ અને તા. ૪/૦૯/૨૦૨૧ નાં રોજ પ્રસિદ્ધ થયેલ ગુજરાત પ્રણામ નાં પાન નંબર ૪ પર “દીવ શહેરના હાર્દ સમા વિસ્તાર બંદરચોક ખાતે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર કેબિન ધમધમી રહી છે” ની હેડલાઇન સાથે તેઓ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેની સામે આ ગેરકાયદેસર ની કેબિન ચલાવી રહેલ કેબિન ધારક બળવંતરાય અગ્રવાતે તેઓના વિદ્વાન વકિલ મારફતે ગુજરાત પ્રણામ નાં એડિટર ને રૂ. ૨૫ લાખ ચૂકવી આપવા અંગે બદનક્ષી ની નોટિસ ફટકારેલ. જેનાં જવાબ માટે આ ગેરકાયદેસર ની ચાલી રહેલ કેબિન સંદર્ભે વધુ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિવ બંદરચોક ખાતે “ગંગેશ્વર ગાંઠિયા રથ” નાં નામે ગેરકાયદેસર રીતે કેબિન ખડકી દેનાર બળવંતરાય અગ્રવાતે જે કેબિન મુકેલ છે તે અંગે ફૂડ લાયસન્સ મેળવવા માટે ની અરજી સાથે એટેચ કરેલ કાગળો માં કેબિન મુકવાની મંજુરી બાબતનું તા. ૩/૦૬/૨૦૨૧ નું સોગંદનામુ જોઈએ તો તેમાં દર્શાવેલ સિટી સર્વે નંબર ૬૫/૨ જે તદ્દન ખોટો છે. “ગંગેશ્વર ગાંઠિયા રથ” નું લાયસન્સ પી.ટી.એસ. નંબર ૬૫/૨ ની જગ્યા માં ધંધો ચલાવવા માટે આપવામાં આવેલ છે અને અત્યારે ચાલી રહેલ ધંધા નાં સ્થળ નો પી.ટી.એસ. નંબર ૬૧/૩૫ નો ભાગ છે. બીજી અગત્ય ની હકીકત જે સોગંદનામા માં દર્શાવેલ છે તે મુજબ સોગંદનામુ કરનાર એટલે કે નોટિસ મોકલનાર વિદ્વાન વકીલ સાહેબ ની સગી બહેન શિતલબેન ખુંટીએ બળવંતરાય અગ્રવાત ને આ જગ્યામાં ફક્ત દિવસ દરમ્યાન જ કેબિન મૂકી ધંધો કરવાની મંજૂરી સોગંદનામા નાં માધ્યમ થી આપેલ છે. જ્યારે આ કેબિન ધારકે પોતાની વગ વાપરી ને તેમજ પૈસા નાં જોરે “ગંગેશ્વર ગાંઠિયા રથ” નાં નામથી “હોકર લાયસન્સ” હેઠળ ચાલતી તે કેબિન હાલ માં મૂકેલ છે તે જગ્યાએ પરમેનન્ટ મૂકી દઈ કાયદાનું ઉલ્લંઘન કરી પ્રશાસન સાથે ખિલવાડ કરેલ હોવાનું સ્પષ્ટ જણાય છે. હજી ગુજરાત પ્રણામ નાં એડિટર વધુ તપાસ કરી રહેલ છે કે આ કેબિન ધારક ને દિવ મ્યુનિસિપાલિટીએ ટ્રેડ લાયસન્સ આપેલ છે કે કેમ ? ખોટાં પી.ટી.એસ. માં ફૂડ લાયસન્સ કેવી રીતે આપવામાં આવ્યું ? ફૂડ લાયસન્સ આપતાં અગાઉ જરૂરી પૂરતાં કાગળો ની તપાસ કરવામાં આવી હતી કે કેમ ? અને આવી અન્ય કેટલી જગ્યાએ આ કેબિન ધારક ખોટી રીતે ફૂડ લાયસન્સ અને ટ્રેડ લાયસન્સ મેળવી પ્રશાસન ની આંખો માં ધૂળ ઝોંકી રહ્યા છે. વધુ માં આ કહેવાતાં કેબિન ધારક કહેવાતાં ધંધા નાં સ્થળ ઉપર “ગંગેશ્વર ગાંઠિયા રથ” ની સાથે સાથે “આર્યન ચાટ તડકા” નાં નામથી પણ ધંધો કરી રહેલ હોવાનું તે સ્થળ પર મૂકેલ બોર્ડ પરથી જણાય છે. એટલે પ્રશ્ન એ છે કે દિવ પ્રશાસન નાં ઉચ્ચ અધિકારોની નજર બચાવી ખાણી પીણી વિષયક લાગુ કર્મચારીઓએ કેબિન ધારક જોડે શું ખીચડી પકાવી આ લાયસન્સ આપી દીધાં અને હવે જ્યારે પ્રશાસન નાં ધ્યાન પર આ વાત લાવવામાં આવી છે તો પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે તો આવનાર સમય માં જ ખબર પડશે. પણ એક વાત ચોક્કસ છે કે આ કેબિન ધારકે બદનક્ષીની નોટિસ દ્વારા ૨૫ લાખ ની રકમ માંગી છે તેના જવાબ માં ગુજરાત પ્રણામ નાં એડિટર કેબિન ધારક બળવંતરાય અગ્રાવત સામે ખોટી નોટિસ આપવા બાબત આગળ શું કાનૂની લડત આપવી તે વિચારણા હેઠળ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: