
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પનું સુચારૂ આયોજન થતું રહે છે. જે અંતર્ગત શ્રી સોમનાથ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાય છે. જે ઉપક્રમે ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે જૂન માસની પહેલી તારીખે દંતચિકિત્સા કેમ્પ યોજાયો હતો.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્થ & એજ્યુકેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દંતયજ્ઞ કેમ્પમાં ૫૫ જેટલા દર્દીઓનું નિદાન કરી ૨૫થી વધારે લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ. જેનો લાભાર્થીઓએ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ. નોંધનીય છે કે દર માસની પહેલી તારીખે આ દંતચિકિત્સા કેમ્પ યોજાય છે. જેનો જરૂરિયાતમંદ તમામ લોકોને લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન