February 23, 2024

થર્ટી ફર્સ્ટનાં રંગમાં ભંગ:ઉનામાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ દ્વારા વાહન ચાલકનોનું સઘન ચેકિંગ; દારૂ પીધેલા 25થી વધુ લોકોની અટકાયત કરી

થર્ટી ફર્સ્ટનાં રંગમાં ભંગ:ઉનામાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ દ્વારા વાહન ચાલકનોનું સઘન ચેકિંગ; દારૂ પીધેલા 25થી વધુ લોકોની અટકાયત કરી
Views: 672
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 27 Second

ગુજરાતમાં થર્ટી ફર્સ્ટને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ બુટલેગરો ગુજરાતમાં દારૂ ન ઘુસાડે એ માટે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટે પોલીસ દ્વારા વાહન ચાલકનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દારૂ પીધેલા 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

થર્ટી ફર્સ્ટનાં રંગમાં ભંગ:ઉનામાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ દ્વારા વાહન ચાલકનોનું સઘન ચેકિંગ; દારૂ પીધેલા 25થી વધુ લોકોની અટકાયત કરી

થર્ટી ફર્સ્ટને લઈ ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પાસે ઉના પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિવમાંથી દારૂનું સેવન કરી વાહન ચલાવતા હોય તેવા વાહન ચાલકોને ધ્યાને રાખી અકસ્માત થતો અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા વાહન ચાલકોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવથી આવતા તમામ વાહનોને બ્રેથ એનેલાઇઝર જેવા સાધનોથી સતત ચેકિંગ કરવામાં આવે છે અને ગેરકાયદેસર દારૂ પીધેલાની અટકાયત કરી હતી. જેમાં 25થી વધુ દારૂના પ્યાસીઓની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author