
ઉનાના સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા આયોજીત માટીકામ કૌશલ્ય નિર્માણ તાલુકા કાર્યક્રમમાં પુરૂષ તેમજ મહીલાઓને રોજીરોટી માટેની તાલીમ આપવામાં આવી હતી.
સામતેર ગામમાં ગુજરાત માટીકામ કલાકારી અને ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા આયોજીત માટીકામ કૌશલ્ય નિર્માણ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તાલીમ તા. 26 ડિસે.થી તા. 25 જાન્યુ. એક મહીના સુધી કાર્યક્રમ શરૂ રહે છે. જેમાં માટીકામ કરી તેમાંથી બનાવવામાં આવતી સાધન સામગ્રીની ટ્રેનિંગ આપવામાં આવેલી.
સામતેર તેમજ આજુબાજના ગામની મહીલાઓ તેમજ પુરૂષોને આ કામની તાલીમ આપી પોતાની રોજીરોટી મળી રહે તે માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીક કેન્દ્રમાં મેઘનાબેન, હિમતભાઇ, નિલેશભાઇ અને સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલ સહીતના હાજર રહી આ કારીગરોમાં ઉત્સાહ વધાર્યો હતો.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન