
સરકારી હોસ્પિટલ વેરાવળ દ્વારા તારીખ ૧૩/૦૧/૨૦૨૩ના રોજ તાલાલા ખાતે દિવ્યાંગોને યુડીઆઈડી કાર્ડ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં સિવિલ સર્જન તેમજ નેત્રસર્જન દ્વારા જરૂરી તપાસ કરી મનોરોગના ૭ તેમજ નેત્ર નિદાન કરી ૩ એમ કુલ ૧૦ લાભાર્થીઓને દિવ્યાંગ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતાં.
જ્યારે નેત્ર સર્જન દ્વારા અન્ય ત્રણ આંખના લાભાર્થીઓની જરૂરી તપાસ કરતાં આંખની દિવ્યાંગતા મળી નહોતી જેથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા નહોતાં. સરકારી હોસ્પિટલ વેરાવળ મનોરોગ નિષ્ણાંત અને ઈન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.જીજ્ઞેશ પરમાર, નેત્ર સર્જન ડૉ નિર્ઝરી થાનકી તથા અન્ય સ્ટાફની હાજરીમાં આ કેમ્પમાં દિવ્યાંગો માટે સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી. આ કેમ્પ દરમિયાન કુલ ૧૩ લાભાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતાં. જેમાંથી ૧૦ લાભાર્થીઓને સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી