
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પરિકલ્પના સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ થકી સાર્થક થઈ રહી છે. આજે મદુરાઈથી આવેલ સ્પેશિયલ ટ્રેનમાં 300થી વધુ તમિલ લોકો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રીશ્રી અર્જુન રામ મેઘવાલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો દ્વારા ઉમળકાભેર પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેરાવળ રેલવે સ્ટેશન ખાતે કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્યો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશન પર ભાવભીના સ્વાગતથી અને વડવાઓના વતનમાં આવી સૌરાષ્ટ્રીયન તમિલો ગદગદિત થઈ ગયા હતા.

તમિલ મહેમાનો ઉત્સાહ, ઉમંગ સાથે ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ભવ્ય સ્વાગતથી તમિલ મહેમાનોના ચહેરા પર પ્રસન્નતાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તમિલ બંધુઓને આવકાર્યા હતા. જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રી સહીતના મહાનુભાવો દ્વારા પુષ્પવર્ષા અને ગુલાબના ફૂલ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ એકબીજાને ભેટી પોતાના વતનને યાદ કર્યું હતું અને ભાવવિભોર થયા હતા.

આ તકે સાંસદશ્રી રાજેશ ચુડાસમા, સાંસદશ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી રામીબેન વાજા, ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, રેન્જ આઇ.જી.શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન