
સોરઠની ધન્ય ધરા પર આવેલા તમિલ પરિવારો પ્રભાસ પાટણની ભૂમિ પર આવેલા વિવિધ તીર્થ સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. શ્રી કૃષ્ણના નિર્વાણ સ્થળ ભાલકા તીર્થ ખાતે સૌએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. મંદિરના પટાંગણમાં બેસી તમિલ પરિવારોએ “હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે”ના જાપ કર્યા હતા. તેમના આ ગુંજારવથી મંદિરમાં અનોખો નાદ થતાં વાતાવરણ વધુ પવિત્ર બન્યું હતું.

તમિલ પરિવારોએ પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, લક્ષ્મી મંદિર સહિતના વિવિધ તીર્થસ્થાનો અને મંદિરો ખાતે દર્શન કર્યા હતા.
પ્રવાસન રાજ્યમંત્રીશ્રી મૂળુભાઇ બેરા તેમજ રાજ્યમંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સોમનાથ પધારેલા રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઇ બેરા તેમજ મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સોમનાથ મહાદેવની સંધ્યા આરતીના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. દર્શન બાદ મંત્રીશ્રીઓએ મંદિર પરિસરમાં તમિલ બંધુઓ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ મંત્રીશ્રીઓ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં જોડાયા હતા.
સોમનાથ ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગીર સોમનાથ જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને તાલાલા ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડ તેમજ કોડીનારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી, પશુપાલન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મત્સ્યોદ્યોગ સહિતના સંબંધિત કચેરીઓના વડા-અધિકારીશ્રીઓ સાથે સોમનાથ ખાતે સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી.
મંત્રીશ્રીએ પશુપાલન, ખેતીવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મત્સ્યોદ્યોગ, બાગાયત સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ પાસેથી જિલ્લામાં કરેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લેવા માટે લોકોને મુશ્કેલીઓ ન પડે તે દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી. પશુઓના ખસીકરણ, રસીકરણ અને કૃત્રિમ બીજદાન થકી સુધારા ઓલાદ, પશુપાલકો અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ કરે અને સારી જાતોનું પશુઓમાં બીજદાન થઈ શકે તે માટે આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ બાગાયતી ખેડૂતોને થતી સમસ્યાઓ વિશે માહિતી મેળવી, તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા શું પગલાંઓ ભરી શકાય તે જોવા જણાવ્યુ હતુ. જિલ્લામાં પાણીની સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તે માટે પાણીના સંગ્રહ માટેની વોટર શેડ સહિતની યોજનાઓને પ્રાથમિકતા આપવા તેમજ પશુપાલકો, સાગર ખેડૂતો તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓને જિલ્લાના છેવાડાના લોકો સુધી પહોંચડાવી અને તેનાથી લોકો માહિતગાર થાય અને વધુમાં વધુ વિવિધ યોજનાઓનો લાભો લે. નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ આવે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા સૂચન કર્યુ હતુ.
આ બેઠકમાં તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, કોડીનારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખતાલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, નાયબ પશુપાલન અધિકારી શ્રી ડો એ.કે.પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હરેશ લાલવાણી, ડાયરેક્ટર ઓફ ફિશરીઝ શ્રી નીતિન સાંગવાન, બાગાયત અધિકારીશ્રી અલ્પેશ દેત્રોજા, ફિશરીઝના શ્રી વી. કે ગોહિલ, મામલતદાર શ્રી આરઝૂ ગજ્જર, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ પદાઅધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સુત્રાપાડા બંદરની મુલાકાત લીધી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા નગર સેવા સદન ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ ફિશરીઝ વિભાગ, જી.એચ.સી.એલ અને જી.આઇ.ડી.સી સહિતના સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ સાથે સુત્રાપાડા ફિશરીઝ હાર્બર બંદરની કામગીરી અંતર્ગત રિવ્યૂ બેઠક યોજાઈ હતી. સુત્રાપાડા બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી સાગર ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીશ્રીએ ફીશિંગ હાર્બર બંદરના પ્રોજેકટનું નિર્માણ વિશેની માહિતી-વિગતો સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. સુત્રાપાડા ફિશરીઝ હાર્બર બંદરન વહેલી તકે કાર્યરત થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. સુત્રાપાડા બંદર ખાતે સરપંચ શ્રી તથા સાગર ખેડૂતોએ મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ બંદર ખાતે મુલાકાત દરમિયાન સાગર ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા અને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ કહ્યુ હતુ કે, સાગર ખેડૂતોના પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે નવા બંદરની મુલાકાત લીધી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે નવા બંદર ખાતે ફીશરીઝ હાર્બર બંદરના નિર્માણ કામનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યુ હતુ અને સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી તેને લગતી વિગતો મેળવી હતી.

આ તકે ધારાસભ્યશ્રી કે સી રાઠોડ ,ફીશરીઝ વિભાગના ડાયરેક્ટર શ્રી નીતિન સાગવાન, મામલતદાર શ્રી રાહુલ ખાંભરા ,ફીશરીઝ વિભાગના ચીફ એન્જિનિયર શ્રી જે. કે પટેલ ,નાયબ ફિશરીઝ અધિકારી શ્રી વી. કે ગોહિલ, સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન