February 23, 2024

તમિલનાડુના રાજ્યપાલશ્રી આર.એન. રવિએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા કરી  શિવ આરાધના કરી

તમિલનાડુના રાજ્યપાલશ્રી આર.એન. રવિએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા કરી  શિવ આરાધના કરી
Views: 875
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 21 Second

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ ખાતે પધારેલા તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ શ્રી આર.એન. રવિ અને લેડી ગવર્નરશ્રીએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ શરણમાં વંદન કર્યા હતાં.

મંદિરમાં રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવના શરણે પૂજા અર્ચના સાથે સતત ઓમકારના જાપ સાથે ગવર્નરશ્રી શિવમય બન્યા હતા. મંદિર ખાતે રાજ્યપાલશ્રી તથા લેડી ગવર્નરશ્રી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

તમિલનાડુના રાજ્યપાલશ્રી આર.એન. રવિએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા કરી  શિવ આરાધના કરી

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણા, કોડીનાર વિસ્તારના ધારાસભ્યશ્રી  ડો. પ્રદ્યુમન વાજા, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણીયા, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિરના ટ્રસ્ટીશ્રી જે.ડી. પરમાર, સેક્રેટરીશ્રી યોગેન્દ્ર દેસાઈ તથા જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તમિલનાડુના રાજ્યપાલ શ્રીનું આગમન થતાં મહાનુભાવો અને અધિકારીશ્રીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રીના સ્વાગતમાં કોડીનારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાજા, વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, કલેકટર શ્રી એચ કે વઢવાણિયા, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પિઠીયા, શ્રી માનસિંગ પરમાર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author