
ઉના શહેરમાં દિનપ્રતિદીન ટ્રાફીકની સમસ્યા વધતી જાય છે. શહેરમાંથી પસાર થતાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ત્યારે દિવસભર મુખ્ય રસ્તા પરથી ટ્રક ચાલકો પુરપાટ ઝડપે તેમજ ટ્રકમાં ઓવરલોડ મોટા પથ્થરો ભરીને પસાર થતાં હોય છે. ત્યારે ટ્રકમાંથી પથ્થરો રસ્તા પર પડતા હોવાની ઘટના થોડા દિવસ પહેલાજ બની હતી. જેને લઈ લોકોના જીવ જોખમમાં મુકાઈ જતાં હોય છે. ત્યારે આજે સમી સાંજના સમયે ઉના શહેરમાં ટાવર ચોક પાસે એક ટેન્કર ચાલકે વૃધ્ધને અડફેટે લેતા ટાયરના વીલ નીચે કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઉનાના લામધાર ગામે રહેતા ચનાભાઇ બારીયા શાકભાજી લઇ પોતાના ગામે જવા માટે ટાવર ચોક પાસેથી પસાર થતાં હતા. ત્યારે ટાવર ચોક પોલીસ ચોકી સામે અચાનક ટેન્કરના ચાલકે ચાલીને જતાં વૃધ્ધને અડફેટે લેતા ટેન્કરના આગળના ટાયર નીચે આવી ગયા હતા. જેમાં મોઢુ તેમજ પગ ટાયર નીચે કચડાઇ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.

આ અકસ્માત થતાં મુખ્ય રસ્તા પરજ વાહનનોની કતાર લાગી જતાં ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતા. લોકોના ટોળેટોળા એેકત્ર થઇ ગયા હતા. આ ઘટના બનતા તાત્કાલીક સ્થળ પર પોલીસ પહોંચી ગઈ અને ટેન્કર નીચે કચડાઇ ગયેલા વૃધ્ધને બહાર કાઢી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટના અંગે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવિજ હાથ ધરી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન