October 1, 2022

ટિમ ગબ્બર દ્વારા આયુષ્યમાન ભારત અને મા વાત્સલ્ય યોજના માં કોરોના વાઈરસ ની સારવાર નો સમાવેશ કરવા માંગ.

ટિમ ગબ્બર દ્વારા આયુષ્યમાન ભારત અને મા વાત્સલ્ય યોજના માં કોરોના વાઈરસ ની સારવાર નો સમાવેશ કરવા માંગ.
Views: 170
0 0

Share with:


Read Time:4 Minute, 18 Second

આયુષ્યમાન ભારત અને મા વાત્સલ્ય યોજના માં કોરોના વાઈરસ ની સારવાર નો સમાવેશ કરવા માંગ.

ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય, ગરીબ દર્દીઓને નેં સારવાર મળે તે માટે ઉરચકક્ષાએ રજુઆત.

ટિમ ગબ્બર દ્વારા આયુષ્યમાન ભારત અને મા વાત્સલ્ય યોજના માં કોરોના વાઈરસ ની સારવાર નો સમાવેશ કરવા માંગ.

ઉના.
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના મહામારીની સારવાર “માં વાત્સલ્ય કાર્ડ” અને “આયુષ્માન કાર્ડ” માં સમાવેશ કરી મફત અને વિનામૂલ્યે સારવાર આપવા બાબતે ટીમ ગબ્બર અને ઉનાના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર વિનોદભાઈ બાંભણીયા એ ગીર સોમનાથ કલેકટર અને સંબંધિત તંત્ર ને લેખિત રજૂઆત કરી છે કે હાલ કોવિડ-૧૯ નાં મહામારી ના સમયમાં ટીમ ગબ્બર ગુજરાત ના ધ્યાને આવ્યુ છે કે,આમ જનતાને હાલની વિકટ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવી પડી રહી છે. અને તેનો ખર્ચ મધ્યમ વર્ગના લોકોને પોષાય તેમ નથી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે છે અને હાલમાં દવા, ઈન્જેક્શન, વેન્ટિલેટર નથી, અમુક હોસ્પિટલમાં ઓક્સિજન પણ મળતો નથી અને આ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું અનિવાર્ય છે જેથી જનતા ને માત્ર ૩ દિવસ ની સારવાર માં ૧ લાખથી વધુ રકમની ચૂકવણી કરવી પડે છે અને એક જ ઘરમાં બીજા સભ્યો ને પણ ચેપ ને કારણે બીજા ૧ લાખ ખર્ચ થાય છે. જેથી મધ્યમ વર્ગના લોકોને આખી જિંદગી ની કમાણી એક જ વારમાં પૂરી થઈ જાય છે સરકારે ખાનગી હોસ્પિટલમાં ભાવ પણ નક્કી કર્યા છે અને તે મુજબ ભાવો પણ ખાનગી હોસ્પિટલ વાળા લેતા નથી જેથી સારવાર માટે બહુ મોટો પ્રમાણ માં ખર્ચ આવે છે.અને હાલમાં તમામ લોકો માટે આ ખર્ચ કરવામાં નાણાંને અભાવે મુશ્કેલી પડે છે અને બંધારણ માં પણ શિક્ષણ,આરોગ્ય ને બંધારણ ના આર્ટીકલ માં મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે. જેથી હાલમાં છેલ્લા ૧૩ માસ થી તમામ લોકોના ધંધા,રોજગાર બંધ હાલતમાં છે અને એક જ પરિવારના એક થી વધુ સભ્યો કોરોના ના શિકાર બની ગયા છે અત્યારે પોતાના પરિવાર ને ખાવા ના ફાફાં પડી ગયા છે ત્યારે,સરકારી તંત્ર દ્વારા આયુષ્ય માન કાર્ડ અને માં કાર્ડ (વાત્સલ્ય) કાર્ડ માં આપેલ રાહત માં કોરોના દર્દીની સારવાર દરમિયાન જે ખર્ચ થાય તે માટે બંને કાર્ડ માંથી મફત અને સરળતાથી દર્દીને સારવાર નો ખર્ચ ને તાત્કાલિક અસરથી સમાવેશ કરવામાં આવે તો ઘણા બધા લોકો કોરોના રોગની સારવાર ખાનગી અને સરકારી બંને હોસ્પિટલમાં સંપૂર્ણ ખર્ચ આયુષ્ય માન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા હોય તેઓને મફત અને સંપૂર્ણ ફ્રી કરી અનિવાર્ય સારવાર મળે અને સારી સગવડ પ્રાપ્ત થાય તો જનતા ની અત્યાર સુધી સરકારને વિવિધ સ્વરૂપે પ્રજા દ્વારા ચૂકવાયેલ વેરા,ટેક્ષ,જીએસટી ના નાણાં ભરતા હોય તો તેઓના વેરા,ટેક્ષ નું યોગ્ય વળતર સ્વરૂપે મફત સારવાર આપી લોકોને કોરોના મહામારી મા મહદઅંશે ફાયદો થાય અને સારવાર ન મેળવી શકનાર લોકો ના જીવ બચાવવા માટે અમારી રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી સત્વરે આરોગ્ય લક્ષી યોજના નો લાભ આપવા માંગ કરવામા આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: