
પ્રતિ,રાષ્ટ્રપતિશ્રી.
કાયદા મંત્રી, રાજ્યપાલ શ્રી,
તમામ જિલ્લા કલેકટર શ્રી,
મુખ્યમંત્રીશ્રી,
સમાજ કલ્યાણમંત્રી શ્રી,
ટીમ ગબ્બર ગુજરાતના સ્થાપક કાંતિ.એચ ગજેરા અને નયનભાઈ જોષી એડવોકેટને જાણવા મળ્યું છે કે, અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રથી વર્ષોથી સ્થળાંતરણ કરી ગુજરાત રાજ્યમાં વસેલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી,બીસી જાતિ પ્રમાણપત્ર માટે ૧૯૬૦ અને ૧૯૭૮નો આધાર પુરાવાઓ માંગવામાં આવે છે.તેમાં સુધારણા કરવા માટે રજુવાત છે.આવાં પુરાવા માટે નવા દિશા સૂચન અને નવી છેલ્લા ૧૦કે૨૦ વર્ષ કરવાની જરૂર છે.અને ઘણા બધા ગુજરાતમાં વસતા અને જન્મ ધરાવતા ને ૧ ૯૭૮ના પુરાવા રહેણાંક ના માંગવામાં આવે છે.જે આજથી ૪૦ વર્ષ પહેલાંના પુરાવા માંગવામાં આવે છે.જે યોગ્ય નથી અને જેના કારણે ગુજરાત માં ૩૦ વર્ષ થી જન્મ થયો હોવા છતાં તેઓને આવા દાખલા પ્રાપ્ત થતાં નથી અને વંચિત રહેવું પડે છે. આ બાબતે ઘણી વખત આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલા છે. જેથી આવા લોકોને વિવિધ દાખલા પ્રાપ્ત કરવામાં રહેણાંકના પુરાવામાં જુના કાયદા માં સુધારા કરી નવા સમય મર્યાદા જાહેર કરી નવા વર્ષ ના પુરાવા માન્ય રાખી સૂચના આપવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલી દુર કરવા ટીમ ગબ્બરની રજુવાત છે. જે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ સહ રજુવાત છે.જેથી ઉપરોક્ત રજુવાત લાગુ પડતાં વિભાગ,અધિકારી, કચેરીને અમારી રજુવાત પહોંચાડી રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે જવાબ મોકલી આપવા વિનંતી.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ