
રાજકારણમાં ક્યાં શું થઈ જાય તેના ગણીત માંડવા દરેક માટે શક્ય બનતા નથી. રાજકારણના ખેલમાં આવો જ ખેલ જમવા અને જમાડવામાં થઈ ગયો છે. થયું છે એવું કે જે વિક્રમ દંતાણી નામના જે રિક્ષા ચાલકે આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે જમવા આવકાર્યા હતા અને કેજરીવાલ ત્યાં જમ્યા પણ હતા તે વિક્રમ દંતાણીનો ફોટો ભાજપના ખેસ સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વિક્રમ પોતે પણ એવું કહી રહ્યો છે કે પોતે ભાજપ સમર્થક અને મોદીનો ફેન છે.
ઉલ્લેખનીય છે કે પહેલા જ્યારે કેજરીવાલ વિક્રમ દંતાણીને ત્યાં જમવા ગયા હતા ત્યારે એવા આક્ષેપો થયા હતા કે આ આખો સ્ટંટ હતો અને વિક્રમ પોતે પણ આમ આદમી પાર્ટી સમર્થક છે. બધું જ પહેલાથી સ્ક્રિપ્ટેડ હતું વગેરે વગેરે… જોકે વિક્રમ દંતાણી જ્યારથી કેજરીવાલ સાથે જમવા બેઠો ત્યારથી જ તેના રિક્ષા ચાલક તરીકેના યુનિફોર્મને કારણે શંકાના દાયરામાં હતો, પરંતુ કોઈના તર્ક નક્કર બેસી રહ્યા ન હતા. હવે આ ઘટનામાં એક અલગ જ ટ્વીસ્ટ આવી ગયો છે. વિક્રમ દંતાણીનો ભાજપના ખેસ સાથેનો વીડિયો હવે બહાર આવ્યો છે. હવે સ્થિતિ એવી છે કે આ આખા દાવપેચને આપ ભાજપ પર આરોપ લગાવી રહ્યું છે, તો ભાજપ આપ પર આરોપ લગાવી રહ્યું છે. જોકે બંનેના આરોપોને જોતા સામે એવું આવી રહ્યું છે કે, ગોળી ગમે તેણે ચલાવી હોય પણ ખભો વિક્રમનો હોઈ શકે છે.
વિક્રમ દંતાણી આ મામલે પ્રકાશ પાડતા કહે છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના મહેમાન હતા. મેં મહેમાનને જમાડવાની આપણી સંસ્કૃતિને મેં જાળવવા તેમને આવકાર્યા હતા. જોકે હું પહેલેથી જ ભાજપનો સમર્થક રહ્યો છું. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, અમારા ત્યાં પણ કોઈ સામાન્ય વ્યક્તિએ પોતાની લાગણી વ્યક્ત કરીને કેજરીવાલને જમવા આવકાર્યા. તેઓ મુખ્યમંત્રી કક્ષાના નેતા પણ તેમણે આ વ્યક્તિની વાત ગ્રાહ્ય રાખી તેમના ત્યાં જમવા ગયા હતા. તેઓ હવે ભાજપના સમર્થક હોવાની વાત કરે છે નક્કી આ એક પહેલાથી જ પાર્ટીને નીચું દેખાડવાનો પ્લાન હતો.
આપ નેતા મનોજ સોરઠિયાએ પણ કહ્યું કે, આના પરથી એટલું તો સત્ય લોકો સામે આવી ગયું કે આ કોઈ સ્ટંટ ન હતો. આ વ્યક્તિ આમ આદમી પાર્ટીના માણસ હોવાનો, પહેલાથી નક્કી હોવાનું વગેરે જે આરોપો લાગતા હતા તેનું ખંડન અહીં થયું છે. જોકે ભાજપ નેતા ડો. યગ્નેશ દવેએ આ મામલે પ્રતિઉત્તર આપતા કહ્યું કે, ભાજપ કોઈ જોરજબરજ્તી કરી રહ્યું છે તેવું કોઈ રીતે આ બાબતમાં સત્ય જણાતું નથી. આમ આદમી પાર્ટી અને કેજરીવાલની આ ફિતરત રહેલી છે કે ગુજરાતીઓ અને ગુજરાતને બદનામ કરતા રહ્યા છે, તેઓએ આમ કરીને અપમાન કર્યું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી