October 1, 2022

જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ડાભી દ્વારા લોકોને કરાય અપીલ

જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ડાભી દ્વારા લોકોને કરાય અપીલ
Views: 199
0 0

Share with:


Read Time:2 Minute, 33 Second

આથી તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે જે લોકોને તાવ-શરદી કે નબળાઈ કે ઝાડા ઉલટી કે સૂકી ઉધરસ કે ચક્કર-ઉલટી જેવા લક્ષણો હોય તેમણે કોઈપણ પ્રકારના વિલંબ અને શરમ વગર કોરોના નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને યોગ્ય ડોક્ટર ને બતાવી એમની જરૂરી સારવાર ચાલું કરી દેવી જોઈએ, જો કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવે તો બે અઠવાડિયા માટે બીજા લોકોના સંપર્કમાં ના આવવું જોઈએ અને યોગ્ય જગ્યાએ આઇસોલેટ થઈ જવું જોઈએ, આ કોઈ શરમજનક રોગ નથીજ માટે જો થયો હોય તો કોઈનાથી પણ છુપાવવું ના જોઈએ જેથી કરીને બીજા લોકો સાવચેતી રાખે અને આજુબાજુના પાડોશી લોકો આપને આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ પણ થઈ શકે, આપને આ મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક અને શારીરિક રાહત પણ મળી રહે, હવે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે કોરોનાના લક્ષણો હોવા છતાં લોકો ટેસ્ટ નથી કરાવતાં અને જ્યાં સુધી શ્વાસની તકલીફ અને ઓક્સિજનની જરૂરિયાત ના પડે ત્યાં સુધી આ બીમારી છુપાવે છે અથવા મને થોડો કોરોના થાય અથવા કોરોના એક કૌંભાંડ છે એવું પણ ઘણા લોકો માને છે અને પછી પરિસ્થિતિ ખુબજ ખરાબ થતા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ, બેડ,ઓક્સિજન,દવાઓ, icu, વેન્ટિલેટર માટે દોડાદોડી કરે છે કે જ્યારે ખુબજ(અતિશય) મોડું થઈ ગયું હોય છે!!!!
હાલ જે મૃત્યુદર વધ્યો છે તેનું કારણ આજ છે,માટે તમામ લોકોને અપીલ કે આ બધી બાબતો ધ્યાનમાં લેવી અને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું, બિનજરૂરી ફરવું નહિ, માસ્ક ફરજીયાત પહેરવું અને એ પણ નાક-મોઢું ઢંકાયેલું રહે તેમ પહેરવું,હાથ-મોઢું સાબુથી વારંવાર ધોવા, કોઈજ પાર્ટી કરવી નહીં અને બીજા કોઈ બોલાવે તો પણ ના જવું, પુષ્કળ પાણી પીવું, સાદો ખોરાક લેવો, તાજા ફળો ખાવા, ખુશ રહેવું અને નકારાત્મક સમાચાર ઉપર ધ્યાન ના આપવું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: