
જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા જિલ્લા કક્ષાના કલા ઉત્સવ તથા વાર્તા સ્પર્ધાનું આયોજન થયું હતું. જે અંતર્ગત કલા ઉત્સવમાં પ્રાથમિક વિભાગમાં ૨૫ બાળકો તથા વાર્તા સ્પર્ધામાં ૧૮ બાળકોએ ભાગ લીધો હતો.

કલા ઉત્સવ-વાર્તા સ્પર્ધામાં સહાયક શિક્ષક મિત્રો તેમજ નિર્ણાયકશ્રીની ઉપસ્થિતિમાં આ ઉત્સવનું આયોજન કરાયું હતું. ડાયેટ પ્રાચાર્ય શ્રી વી.એમ.પંપાણિયા, આશાબહેન રાજ્યગુરૂ, કન્વીનર શ્રી ભરતભાઈ મેસિયા, શ્રી સંદિપભાઈ સોલંકી તેમજ વ્યવસ્થાપક ટીમ દ્વારા આ સ્પર્ધાનું સુંદર આયોજન ઉત્તમ રીતે પાર પાડવામાં આવ્યું હતું.
આ વાર્તા તેમજ કલા સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા જાહેર થયેલા બાળકોને ૧૦૦૦, ૮૦૦ અને ૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થી ઝોન કક્ષાએ સ્પર્ધામાં જશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી