
કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે સમાજસેવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના વતની હીરાબાઈ લોબીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જાંબુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી હીરાબાઈ લોબીનું સન્માન કર્યુ હતું.

આ તકે, મંત્રીશ્રીએ અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી હીરાબાઈની સમાજલક્ષી કાર્યશૈલીને બીરદાવી કહ્યું હતું કે, હું ગર્વ અનુભવી રહ્યો છું કે ગ્રામીણક્ષેત્રની એક મહિલાએ પોતાની આખી જિંદગી આદિવાસી અને છેવાડાના સમુદાય માટે અર્પણ કરી. દેશમાં વિકાસની ધૂરા સંભાળનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમની મહેનતની યોગ્ય કદર કરી છે. ગ્રામ્ય મહિલાઓનું જીવનધોરણ કેમ ઊંચુ આવે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં રહીને ઉત્તમકક્ષાનું કામ કરવું એ મહત્વપૂર્ણ છે. હીરાબાઇને પદ્મશ્રી સન્માન એ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

આ તકે, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રદેશ કિશાન મોરચા ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ પંચાયત મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વડોદરિયા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી વિજયભાઈ ઠાકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા પ્રાંતઅધિકારી શ્રી કે.વી.બાટી, તાલાલા મામલતદાર શ્રી એન.સી.વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, માધુપુર-જાંબુર સરપંચશ્રી વિમલભાઈ વાળોદરિયા સહિત ગ્રામજનોની પણ બહોળી ઉપસ્થિતી રહી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી