September 28, 2023

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ
Views: 1644
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 35 Second

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લાકક્ષાએ કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે બાળ સ્વરાજ પોર્ટલ પર એન્ટ્રી થયેલ બાળકોને દત્તક લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા બાબતની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરી ગીર સોમનાથ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન બાબતે થયેલ કામગીરીની વિગતવાર ચર્ચા કરાઈ હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશનમાં એનસીપીસીઆર દ્વારા જાહેર કરેલી કુલ ત્રણ કેટેગરીની માહિતી આપવામાં આવી હતી. જેમાં કેટેગરી-3 અનુસાર બાળકો દિવસ દરમિયાન શેરીઓમાં ભટકતા હોય છે અને રાત્રે ઘરે જાય છે એવા કુલ ૨૪ કુટુંબના કુલ ૫૬ બાળકો જેમાં કુલ ૩૦ છોકરાઓ અને ૨૬ છોકરીઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૫ વિધવા બહેનો તેમજ એક દિવ્યાંગ બાળક છે. ઉક્ત તમામ પરિવાર વેરાવળ શહેર, બાયપાસ વિસ્તાર તેમજ ભીડિયામાં રહે છે. જેની વિગતે ચર્ચા કરાઈ હતી.

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

આ મિટિંગમાં આવા તમામ બાળકો અને પરિવાર માટે સામૂહિક શૌચાલયની રજૂઆત, બાળકોનો આંગણવાડીમાં અભ્યાસ, આવાસ યોજનાનો લાભ, આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ તેમજ વિવિધ યોજનાનો લાભ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં કલેક્ટરશ્રીએ અંગતલક્ષ્ય રાખી બાળકો તેમજ તેમના પરિવારનું જીવનધોરણ ઉંચું આવે તેવી પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ મિટિંગમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પી.આર.પરમાર, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એચ.કે.વાજા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author