
ઉનાના કાણકબરડા ગામે રહેણાંક વિસ્તારમાં એકસાથે ત્રણ થી ચાર આખલા વચ્ચે જંગ છેડતાં રહેણાંક વિસ્તારોમાં અફડા તફડી મચી ગઈ હતી. આ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા હોય ઘર પાસે જ એક પછી એક આખલા આવી ચઢ્યાં હતા. આ ચાર જેટલાં આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનીકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

આ વિસ્તારના રહીશોએ લાકડા લઈને આખલાને દૂર કરવાનો પ્રયત્ન કરવા છતાં આખલાઓએ આ વિસ્તારમાં ભારે અફડા તફડી મચાવી દીધી હતી. જોકે થોડીક મિનિટો સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. જેમાં કોઈને નુકસાન કે જાનહાની થઈ ન હતી. બાદમાં આખલા છૂટા પડી ચાલ્યા જતા આ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આમ અવાર નવાર રહેણાંક વિસ્તારોમાં આખલા યુદ્ધ કરતા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આખલાને દૂર ખસેડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી હતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન