September 30, 2022

ગૌ માતાને મારશો નહીં,ના ધ્યેય સાથે યુવાનોની અનોખી પહેલ!

ગૌ માતાને મારશો નહીં,ના ધ્યેય સાથે યુવાનોની અનોખી પહેલ!
Views: 216
0 0

Share with:


Read Time:2 Minute, 8 Second

.

ગૌ માતાને મારશો નહીં,ના ધ્યેય સાથે યુવાનોની અનોખી પહેલ!

એક દિવાળી માનવતાની-ઉના ગ્રુપ કે જેમાં બિનરાજકીય અને જાતિના ભેદભાવ વગર જોડાયેલા આ સભ્યો દ્વારા 236 પાણીની સ્પ્રે બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

ગાયને આપણે માતાનું સ્થાન આપ્યું છે ત્યારે ઘણી વખત લારી ગલ્લાઓવાળા ખાદ્યવસ્તુઓને નુકસાન પહોંચે તેવા ભયથી ગાય તેમજ કૂતરાઓને લાકડીથી ભગડતા હોય છે. કામધેનુ, કપિલા, સુરભી, કવલી આ બધા નામથી ઓળખાય છે આપણી ગૌ માતા. શાસ્ત્રોમાં તેમજ ઋગવેદમાં ગાય ને એશ્વર્ય પણ કહેવામાં આવે છે. અર્થ, આરોગ્ય, આધ્યાત્મ, ઉર્જા અને સૌંદર્ય અને પર્યાવરણની આધારસમી ગૌ માતાનું આપણા દેશમાં ખુબજ મહત્વ આપવમાં આવે છે ત્યારે તેને લાકડીથી કે કોઈ અન્ય રીતે ઇજા ન પહોંચે તેવા ઉમદા હેતુથી “એક દિવાળી માનવતાની-ઉના ગ્રુપ” દ્વારા ઉના શહેરનાં મુખ્યમાર્ગો તેમજ મુખ્યવિસ્તારો જેવાકે, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, ત્રિકોણબાગ, ગનીમાર્કેટ, ટાવરચોક, તેમજ વિવિધ વિસ્તારમાં એક દિવાળી માનવતા ગ્રુપના સભ્યો દ્વારા ફ્રુટ, કરીયાણા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારી મિત્રોને 236 પાણીની સ્પ્રે બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોએ સમજવવામાં આવ્યા હતા કે ગાય તેમજ મુંગા પશુઓને ભગાડવા માટે લાકડીને પાણીના સ્પ્રેની આ બોટલનો ઉપયોગ કરશો. આ તકે એક દિવાળી માનવતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી આ પહેલ કદાચ ખૂબ નાની હોય શકે પણ અમારા આ વિચારો ખુબજ અનમોલ છે, અમારી લોકો પાસે બસ એટલી જ અપેક્ષા છે કે “ગૌ માતાને મારશો નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: