May 19, 2022

ગોર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે: લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે

ગોર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે: લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે
Views: 48
0 0

Share with:


Read Time:2 Minute, 8 Second

જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે

ગીર સોમનાથ તા.૧૧      ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન–સહાય,  રોગગારલક્ષી કીટ, રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.  આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

મહત્વનુ છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને  હાથો  હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે.

            જિલ્લાકક્ષા આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેક્ટર  શ્રી રવીન્દ્ર ખતાલે અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા  લાભાર્થીઓને સહાય-સાધનનુ સુચારૂ વિતરણ થાય તે માટે સંબંધિત અધિકારીશ્રઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા લાભ વંચિત ન રહે તે માટે ચીવટતાથી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નિર્ધારિત કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. વી. લિંબાસીયા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed