
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દ પ્રયોગને મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે સુનાવણી માટે બોલાવ્યા હતા જોકે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પર સુનાવણી દરમિયાન હાજરી આપવા આવ્યા હતા. વડાપ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દો બોલવા મામલે તેમનો જુનો વીડિયો વાયરલ થયો અને અચાનક વીડિયો ચૂંટણી ટાંણે વાયરલ થવાને કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભા 2022 લડવાની વ્યૂહરચનામાં ગણિત ફરી જવા લાગ્યા. કારણ કે આ તરફ વીડિયોનો બચાવ કરવામાં ગોપાલ ઈટાલિયાએ નિવેદન પણ એવું આપ્યું કે તે પાટીદાર હોવાને કારણે સરકાર પરેશાન કરે છે.

મહિલા આયોગ દ્વારા જવાબ રજૂ કરવા માટે ગોપાલ ઈટાલિયાને સમન્સ આપવામાં આવ્યું હતું. જોકે આ બધી ગતિવિધિઓ વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી લેવાઈ છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ થોડા જ સમય પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને જેલમાં નાખી દેવાની ધમકી મહિલા આયોગના ચીફ આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય આપી શું શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી ડરતો નથી. નાખી દો મને જેલમાં, તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં ચૂંટણીના ગીતો દરેક રાજકીય પાર્ટીઓ ગાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ તેમાંની જ એક છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલને હિન્દુ વિરોધી દર્શાવતા પોસ્ટર્સ લગાવી ધાર્મીક લાગણીઓ દુભાવાનું કૃત્ય થયું હતું. જોકે તે પહેલા પણ જે રિક્ષા ચાલક સાથે કેજરીવાલે ભોજન લીધું હતું તે રિક્ષા ચાલક ભાજપનો ખેસ પહેરી મોદીજીનો ચાહક હોવાનું કહેતો સામે આવ્યો હતો ત્યારે પણ ભાજપે કેજરીવાલે આડેહાથ લીધા હતા. આવી ઘણી બાબતોમાં આમ આદમી પાર્ટી ઘેરાયેલી હતી ત્યારે વધુ એક વખત પાર્ટીના પ્રદેશ પ્રમુખનો જુનો વીડિયો વાયરલ થાય છે અને તેમાં શબ્દોચ્ચારણ એવા હતા કે જે અપમાનજનક લાગે. હવે આ મામલે મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાનો જવાબ લેવા તેમને સમન્સ આપ્યા અને જ્યારે ગોપાલ ઈટાલિયા દિલ્હી જાય છે ત્યારે તેના પછી તેમની ધરપકડ પણ કરી લેવાઈ છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન