Sorath Ni Dharohar

News Channel of India

ગેરરીતિ ન સર્જાય તેમજ સમસ્યા પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે કાર્યરત વેબકાસ્ટીંગ રૂમ

<strong>ગેરરીતિ ન સર્જાય તેમજ સમસ્યા પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે કાર્યરત વેબકાસ્ટીંગ રૂમ</strong>

જિલ્લામાં વિધાનસભાના મહાપર્વ નિમિત્તે મતદારો ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યાં છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઈણાજ ખાતે વેબકાસ્ટિંગ રૂમ પણ કાર્યરત છે. અહીં જિલ્લામાં આવેલ કુલ ૧૦૭૭ મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સૂચના મુજબ કુલ ૫૪૦ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ મારફતે દેખરેખ રાખવામાં આવી હતી.

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાન વખતે કોઈ ગેરરીતિ ન સર્જાય તેમજ કોઈ સમસ્યા સર્જાય તે પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે વેબકાસ્ટીંગ મારફતે જિલ્લાના ૫૦% જેટલા મતદાન મથકો પર દેખરેખ રાખવામાં આવી હતી.

<strong>ગેરરીતિ ન સર્જાય તેમજ સમસ્યા પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે કાર્યરત વેબકાસ્ટીંગ રૂમ</strong>

આ વેબકાસ્ટિંગ રૂમમાં ૯૦-સોમનાથ વિધાનસભા મતદાર વિભાગના ૧૩૮ મતદાન મથકો ખાતે, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના ૧૩૦ મતદાન મથકો ખાતે, ૯૨-કોડીનાર વિધાનસભા મતદાર વિભાગના ૧૩૨ મતદાન મથકો ખાતે તથા ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગના ૧૪૦ મતદાન મથક ખાતેથી મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ થયું હતું.

<strong>ગેરરીતિ ન સર્જાય તેમજ સમસ્યા પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે કાર્યરત વેબકાસ્ટીંગ રૂમ</strong>