
ગીરગઢડાના પીછવી ગામ નજીક તળાવ પાસેથી ગે.કા. દેશી જામગરી બંદૂક સાથે એક શખ્સને જિલ્લા એસ.ઓ.જીની ટીમે પકડી પડી અને આ બંદૂક ક્યાંથી અને કોણે આપી હોવાની વધુ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સનું નામ ખુલતા બે શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીરસોમનાથ જિલ્લા એસ.ઓ.જી. ટીમ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર તથા એ.એસ.આઇ. વિજયભાઇ બોરખતરીયાની સ્યુંકત બાતમી આધારે ગીરગઢડાના પિછવી ગામ નજીક આવેલ તળાવ પાસે અયુબશા મહમદશા રફાઇપાસેથી ગે. કા. લાયસન્સ કે પરવાનગી વગરની દેશી જામગરી બંદૂક-1 હથિયાર સાથે મળી આવતા પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા આ હથીયાર અલી ઇબ્રાહીમ લાડક આપી ગયો હોવાનું જણાવતા બંને આરોપીઓ વિરૂદ્ધ પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી