September 30, 2022

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું
Views: 1008
0 0

Share with:


Read Time:3 Minute, 58 Second

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

……

ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું

……

ખાસ મેકેનિઝમ સિસ્ટમથી સોમનાથ મહાદેવને ધ્વજા રોપણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી

……

લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ કરી પ્રાર્થના

……

સોમનાથમાં મહાદેવને અર્પણ કરાતું ગંગાજળ ફિલ્ટર કરી ભક્તોને પ્રસાદ રૂપે આપવાના સોમગંગા વિતરણ સુવિધાના પવિત્ર પ્રકલ્પનો પણ પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી

……

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું

ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણ કરાશે

ભાવિક ભક્તો મહાદેવ અભિષેક જળ ઘરે લઈ જઈ શકશે

……

સોમનાથ ટ્રસ્ટની અદ્યતન વેબસાઈટ નું લોન્ચિંગ કરી દૈનિક શરૂ થનાર મહારુદ્ર પઠનનો સંકલ્પ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી

……

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અર્થે શરૂ થયેલા વિવિધ પવિત્ર પ્રકલ્પોના પ્રારંભથી ભાવિકોમાં આનંદની લાગણી

……

            ગીર સોમનાથ, તા.૧૧ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રીએ પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.

            ગૃહમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીશ્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.

            ગૃહમંત્રીશ્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી શ્રી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: