
ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં આવતું ડ્રગ્સ દરિયાઈ માર્ગે પહેલા ગુજરાત આવે છે અને ત્યાર બાદ દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં જાય છે. ગુજરાત પોલીસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અવાર નવાર વિદેશી નાગરિકો સાથે ભારતની દરિયાઈ સીમમાં ડ્રગ્સ પકડવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, ત્યારે આજે ફરી ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 350 કરોડ કિંમતના 50 કિલો હિરોઈન સાથે 6 પાકિસ્તાની વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે આજે ગુજરાતનાં DGP આશિષ ભાટિયાએ ગુજરાત ATS ખાતે એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી. જેમાં તેમણે જાણકારી આપી હતી કે, “સમગ્ર દેશમાં ડ્રગ્સનો વેપાર કરવા માટે ગુજરાતનો બફર સ્ટેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આ ડ્રગ્સ કોણ કલેક્ટ કરે છે અને બાદમાં અન્ય રાજ્યોમાં લઈ જાય છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આગામી સમયમાં પોલીસ આ દિશામાં તપસ કરશે અને જવાબદાર વ્યક્તિને પકડીને તેને સજા આપવામાં આવશે.”
ગુજરાત ATS માં ફરજ બજાવતા DySP કે. કે. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગુજરાતનાં દરિયાઈ માર્ગે મોટા જથ્થામાં ડ્રગ્સ આવી રહ્યું છે. પાકિસ્તાનથી આવી રહેલી એક બોટમાં આ ડ્રગ્સ ગુજરાત લાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ATSની આ બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા જખૌ દરિયાઈ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે ચોક્કસ બાતમી મુજબની બોટ જોવા મળી ત્યારે ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા બોટની તલાશી લેવામાં આવી હતી.
જ્યારે પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા બોટની તપાસ કરવામાં આવી ત્યારે પાકિસ્તાની બોટમાં 6 વ્યક્તિઓ સાથે 50 કિલો હિરોઈન મળી આવ્યું હતું. આ ડ્રગ્સની હાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 350 કરોડ ગણવામાં આવી રહી છે. હાલ ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલું આ ડ્રગ્સ મોટી સફળતા ગણવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં આ ડ્રગ્સ કોણ કલેક્ટ કરીને અન્ય રાજ્યોમાં મોકલે છે તેને શોધવાનું હજુ બાકી છે. આગામી સમયમાં પોલીસ આ આરોપીઓને શોધવા માટે રણનીતિ ઘડી રહી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી