
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના– વેરાવળ ડેપોને નવિન ૧૦ બસો ફાળવવામાં આવી છે. આજરોજ વેરાવળ બસ સ્ટેશન ખાતેથી સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીલી ઝંડી આપીને નવીન બસોનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવીન બસો અલગ-અલગ રૂટ પર જેમા ૨૧:૩૦ કલાકે સોમનાથ – ગાંધીનગર સ્લીપર સર્વિસ,૧૮:૦૦ કલાકે ગાંધીનગર – સોમનાથ સ્લીપર સર્વિસ,૧૮:૩૦ કલાકે સોમનાથ – અંબાજી સ્લીપર સર્વિસ,૧૫:૦૦ કલાકે અંબાજી – સોમનાથ સ્લીપર સર્વિસ,૨૧:૩૦ કલાકે વેરાવળ – ભૂજ સ્લીપર સર્વિસ, ૨૧:૩૦કલાકે ભુજ – વેરાવળ સ્લીપર સર્વિસ ૦૬:૧૫ કલાકે વેરાવળ – ગાંધીનગર લકઝરી ૨ × ૨ ,૦૬:૦૦ કલાકે ગાંધીનગર – વેરાવળ લકઝરી ૨×૨, ૭:૦૦ કલાકે વેરાવળ – પોરબંદર મીની સર્વિસ, ૫:૦૦ કલાક વેરાવળ – ઉના મીની સર્વિસની લોકોને સેવાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબેન વાજા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખશ્રી કપિલ મહેતા, વેરાવળ તાલુકા પ્રમુખ શ્રી સરમણભાઈ સોલંકી, ડેપો મેનેજર શ્રી શામળા, દયારામભાઇ મેસવાડિયા તેમજ અગ્રણીશ્રીઓ ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પિઠીયા, સહિત એસટી કર્મીઓ અને ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન