October 1, 2022

ગુજરાત વિધાનસભાના તમામ સત્રનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવા રજુવાત

ગુજરાત વિધાનસભાના તમામ સત્રનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવા રજુવાત
Views: 169
0 0

Share with:


Read Time:4 Minute, 0 Second
ગુજરાત વિધાનસભાના તમામ સત્રનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવા રજુવાત

અમારી ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ વિસાવદર ને ટીમ ગબ્બર ને જાણવા મળ્યું છે કે,વર્ષ-૨૦૦૯ સુધી ગુજરાત વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું.ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહી ઉપર પ્રતિબંધ મૂકી બંધ કરેલ છે. હાલમાં ગુજરાતના નાગરિકો પોતે પસંદ કરેલી સરકારની કાર્યવાહી ઉપર સીધી નજર રાખી શકતા નથી વિધાનસભા સત્રમાં પક્ષ – વિપક્ષ દ્વારા શું ચર્ચાઓ કે દલીલો થઇ રહી છે તેની જાણ ગુજરાતના નાગરિકોને થતી નથી.લોકશાહીમાં વિધાનસભામાં થતી ચર્ચાઓ જાણવી એ નાગરિકોનો અધિકાર છે.
વિધાનસભા સત્રનું લાઈવ ટેલીકાસ્ટ ન થવાના કારણે ટુંક સમયમાં ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર યોજાવાનું છે એ સત્રમાં ગુજરાતના નાગરિકોના ભવિષ્ય માટે કેવા કેવા નાણાકીય આયોજન કરવામાં આવે છે તેમજ સરકારના આયોજન સામે વિપક્ષ દ્વારા કેવા પ્રકારના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે અને કયા મુદ્દે વિપક્ષ દ્વારા સમર્થન મળી રહ્યું છે. ઉપરાંત પ્રજાલક્ષી દલીલો અને ચર્ચાઓ વિધાનસભા ગૃહ ની અંદર થતી હોય તેમજ કોઈ ખરડા ઉપર ચર્ચાઓ કરવામાં આવતી હોય કે પસાર કરવામાં આવતા હોય તેની ગુજરાતના નાગરિકોને જાણ રહેતી નથી.
ભારતીય લોકતાંત્રિક દેશનો રાજા દેશનો નાગરિક છે દેશની શાસન વ્યવસ્થાની સર્વોચ્ચ સત્તા ભારતના લોકોના હાથમાં છે માટે પ્રજા દ્વારા ચુંટવામાં આવેલા તેમજ જન પ્રતિનિધિઓ દ્વારા વિધાનસભામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.તેનો જવાબ શું આવે છે.સરકાર અને વિપક્ષ વચ્ચે કેવા પ્રકારની દલીલો થાય છે? કેવા પ્રકારના બીલો આવે છે અને તેના ઉપર શું ચર્ચાઓ થાય છે? વિધાનસભાની કાર્યવાહી કઈ રીતે ચાલે છે એ તમામ બાબતો જાણવાનો નાગરિકોને પૂરેપૂરો અધિકાર છે. વિધાનસભાની અંદર કરવામાં આવતી કાર્યવાહી ગુજરાતના નાગરિકો માટે જ કરવામાં આવતી હોય છતાં ગુજરાતના નાગરિકોને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીથી દૂર રાખવા અને લાઈવ ટેલીકાસ્ટ ન કરવા એ ગુજરાતના નાગરિકો સાથે થતો થતો અન્યાય છે.અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત દેશની લોકસભા અને રાજ્યસભાની સમગ્ર કાર્યવાહીનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવે.ગુજરાત વિધાનસભાનું જીવંત પ્રસારણ ન કરવા માટેનું કોઈ કારણ રહેતું નથી.ટીમ ગબ્બર ની માંગણી છે કે,ગુજરાત વિધાનસભાના તમામ સત્ર નું લાઈવ ટેલીકાસ્ટ શરૂ કરવામાં આવે અને ગુજરાતના સ્થાનિક ટી.વી મીડીયાને યોગ્ય મંજૂરી આપવામાં આવે એ માટે યોગ્ય કામગીરી કરશોજી.જેથી તાત્કાલિક અસરથી અમારી માંગણી અને રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી /કરાવી અને અમારી માંગણી જે અધિકારી /વિભાગ ને પહોંચાડી અને કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે જવાબ અમારા સરનામે મોકલી આપવા માટે અરજ છે.
લી :- કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ
મોં.નં:૯૬૬૪૮૩૫૮૭૧

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: