September 28, 2023

ગુજરાતમાં તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું ૧૨૬ વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

ગુજરાતમાં તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું ૧૨૬ વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર
Views: 696
0 0
Spread the love

Share with:


Read Time:5 Minute, 16 Second

ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ એટલે માનસ પટલ ઉપર દેવાધિદેવ મહાદેવનું સોમનાથ મંદિર તાદૃશ્યમાન થઈ જાય. શિવશંભુ ભોળાના દર્શન કરીને આજે અનેક લોકોએ ધન્યતા અનુભવી છે પરંતુ આજે વાત કરવી છે સોમનાથ મંદિરનું પરિસર શરૂ થતાં પહેલાં જ આવેલા દ્રવિડ શૈલીમાં બનેલ ૧૨૬ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ અને તિરૂપતિ બાલાજી મંદિરની અનુભૂતિ કરાવતા શ્રી બાલાજી મંદિરની.

મુખ્ય માર્ગથી આગળ વધતા જ હમીરજી ગોહિલના પ્રતિમા પાસે પહોંચતા જ દક્ષિણ સ્થાપત્ય શૈલીમાં બનેલું મૂળ તમિલનાડુના રામાનુજ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ મંદિર નજરે પડે છે. જેની સ્થાપના ૧૮૯૭માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ જાત-પાત, સ્ત્રી-પુરુષના ભેદભાવોને નાબૂદ કરી, સૌના પ્રભુના સિદ્ધાંતને લોકોમાં પ્રસ્થાપિત કરવાનો હતો.

દ્રવિડ શૈલીમાં મંદિરના નિર્માણ અંગેની વાત કરતા શ્રી મધુસુદનાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, તમિલ સંસ્કૃતિ અને મૂળ તમિલ સંપ્રદાયની અનુભૂતિ લોકો ગુજરાતની ધરા ઉપર કરી શકે તે માટે તત્કાલીન ગાદીપતિ શ્યામ સુંદર સ્વામી દ્રારા ૧૯૯૭માં મંદિરની શતાબ્દી બાદ દ્રવિડિયન શૈલીના મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દક્ષિણ સ્થાપત્ય શૈલીના કારીગરો ન મળવાથી શ્રી શ્યામ સુંદર સ્વામી દક્ષિણ ભારત ગયા હતા. જ્યાં તેઓ ડો.આર.એસ વરદરાજને મળ્યા હતા. જેમણે મંદિરના નિર્માણ માટે  કારીગરોની વ્યવસ્થા કરી આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, ડો.આર.એસ વરદરાજ દ્વારા જ મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ ભગવાનની મૂર્તિમાંથી પ્રાણને કળશ અને ત્યારબાદ ફરી મૂર્તિમાં પ્રસ્થાપિત કરવાની દક્ષિણ ભારતની ખાસ કલાકર્ષણ અને આકર્ષણ વિધિ કરવામાં આવી હતી. તામિલનાડુના આ મૂળ સંપ્રદાય સાથે આજે સોમનાથ અને તેની આસપાસના અનેક લોકો જોડાયેલા છે. આજે પણ તમિલનાડુના મુખ્ય સંપ્રદાયો માંહેના આ એક સંપ્રદાયની મુખ્ય ગાદી તમિલનાડુના તોતાદ્રીમઠ કે જે કન્યાકુમારીથી ૫૦ કિલોમીટર દૂર વનમામલે નાગુલેરી ખાતે આવેલી છે. લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર દ્રવિડિયન શૈલીની પંચરત્ન આગમ સ્થાપત્ય શૈલીનું છે, જ્યારે બાલાજી મંદિર તિરૂપતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન વૈખાનસ પદ્ધતિનું સ્થાપત્ય છે. બંને મંદિરોની પૂજા દક્ષિણ ભારતની શાસ્ત્રોક્ત વિધિ અને પધ્ધતિ અનુસાર કરવામાં આવે છે.

ગુજરાતમાં તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું દ્રવિડ શૈલીમાં બનેલું ૧૨૬ વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

ચૈત્ર સુદ છઠ્ઠ થી દશમ સુધી મંદિર દ્વારા ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંત સર્વ જન વિષ્ણુમયને પરિપૂર્ણ કરતા ઉત્સવ મૂર્તિ નગર ચર્ચા કરે છે અને દરેક ભક્ત કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ભગવાનને પોતાના ઘરે પધરામણી કરાવી શકે છે. મંદિરની એક ખાસિયત છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી બાજુ આવેલા છે જે પણ માતાના આગમન થકી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો વિચાર દર્શાવે છે તેમ શ્રી મધુસુદનાચાર્ય સ્વામીજીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ મંદિરના ખાસ રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમનું બાંધકામ સંપૂર્ણ દક્ષિણ શૈલીનું છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક ભારત અને શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પનાને સાકાર કરતા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ” માં આવનાર સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા અમે તૈયાર છીએ. અમને આશા છે કે તમિલનાડુ અને સોમનાથ વચ્ચેની સંસ્કૃતિની સામ્યતાઓ થકી માતૃભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલી સંવેદનાઓ તેમને પોતીકાપણાનો અનુભવ કરાવશે તેઓ વિશ્વાસ શ્રી મધુસુદનાચાર્ય સ્વામીજીએ વ્યક્ત કર્યો હતો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author