
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. આ જાહેરાત સાથે જ હિમાચલમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
ચૂંટણીમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 27 ઓક્ટોબરે થશે, જ્યારે ઉમેદવારો 29 ઓક્ટોબર સુધીમાં તેમના નામ પાછા ખેંચી શકશે. 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ માટેની તારીખો જાહેર કરવામાં આવી નથી. તારીખોમાં તફાવત અને હવામાન સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય ચૂંટણી પંચ (CEC) રાજીવ કુમારે વિજ્ઞાન ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરતા કહ્યું કે, અમારો પ્રયાસ છે કે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગ તમામ ચૂંટણીમાં મતદાન કરે. ચૂંટણીની તારીખ નક્કી કરતા પહેલા અમે દરેક સાથે લાંબી વાતચીત કરી હતી. ચૂંટણી પંચે રાજ્યોને પત્ર લખ્યો હતો અને ચૂંટણી યોજવામાં યોગદાન આપનારા પક્ષો સાથે પણ વાત કરી હતી. કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય સચિવ સાથે પણ વાતચીત થઈ હતી. મતદાન મથક પર તમામ સુવિધા પુરી પાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ મુક્ત, ન્યાયી, પારદર્શક અને પ્રલોભનમુક્ત ચૂંટણી યોજવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કેટલાક મતદાન મથકો એવા હશે કે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. દરેક વિધાનસભામાં એક ગુલાબી બૂથ હશે, આનો અર્થ એ છે કે તે બૂથમાં સમગ્ર સ્ટાફ મહિલાઓ હશે. અમે આ મહિલા સશક્તિકરણ બતાવવા માટે કરી રહ્યા છીએ. ચૂંટણી પંચે કહ્યું કે અમારો પ્રયાસ છે કે મતદારો માટે બે કિમીની ત્રિજ્યામાં મતદાન મથક હોવું જોઈએ. પંચે મીડિયાને હંમેશા ચૂંટણી પ્રક્રિયામાં સહયોગી ગણાવ્યું છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં હાલ ભાજપ સત્તા પર છે. રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો છે અને બહુમતીનો આંકડો 35 છે. હિમાચલ પ્રદેશમાં વર્ષ 2017માં 68 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. ત્રણ બેઠકો અન્યના ખાતામાં ગઈ. હિમાચલમાં 68 બેઠકોમાંથી 48 સામાન્ય વર્ગ માટે, 17 અનુસૂચિત જાતિ (SC) માટે અને 3 અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન