Sorath Ni Dharohar

News Channel of India

ગુજરાતનાં સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી

ગુજરાતનાં સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ચૂંટણીનાં કારણે ગુજરાતમાં સિનિયર પોલીસ અધિકારીઓની બદલી થઈ શકે છે, જેના કારણે આ બદલીઓની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી હતી. ત્યારે આજે ગુજરાતનાં 17 જેટલા સિનિયર IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે પોલીસ અધિકારીઓની બદલી થાય છે.

આજે જે સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી તેમાં અમદાવાદમાં સેક્ટર 1માં ફરજ બજાવતા IPS આર. વી. અસારીની બદલી ગાંધીનગરમાં IBના DIG તરીકે કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS નીરાજકુમાર બડગુજરને અમદાવાદ સેક્ટર 1ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં સેક્ટર 2માં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા IPS ગૌતમ પરમારની ભાવનગર રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એમ. એસ. ભરાડાને અમદાવાદમાં સેકટર 2ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (એડમીન)માં ફરજ બજાવતા IPS અજય ચૌધરીની બદલી અમદાવાદનાં સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડાની જૂનાગઢનાં રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એ. જી. ચૌહાણને અમદાવાદ ટ્રાફિકના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતનાં સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી

ગુજરાતનાં સિનિયર 17 IPS અધિકારીઓની બદલી, ચૂંટણીની ગણતરીઓ સરકારે ધ્યાનમાં લીધી