
ગીર સોમનાથ, તા.૧૬: આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ ગીર સોમનાથ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ -૧૯૪૮, કારખાના અધિનિયમ- ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ- ૧૯૭૦ હેઠળ તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ- ૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સૂચના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, શ્રી એન.ડી.ગોહીલ, ગીર સોમનાથ, ફોન નં-૦૨૮૭૬-૨૮૫૪૨૨, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજનો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઇલેકટર્સ અને જિલ્લા રજિસ્ટ્રારની અખબારી યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી