October 1, 2022

ગીર-સોમનાથ રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે ભારતીય સેનાના લશ્કરી ભરતી મેળાની માહિતી અને માર્ગદર્શન માટે વેબીનાર

ગીર-સોમનાથ રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે ભારતીય સેનાના લશ્કરી ભરતી મેળાની માહિતી અને માર્ગદર્શન માટે વેબીનાર
Views: 170
0 0

Share with:


Read Time:2 Minute, 21 Second

 ગીર-સોમનાથ તા. -૧૬રાજ્યની મહિલાઓ આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રીકૃટીંગ ઓફિસ  દ્વારા અંબાલા, લખનઉ, જબલપુર, બેલગામ, પુર્ણે અને શિલોંગ ખાતે મહિલાઓ માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોલ્જર જનરલ ડ્યૂટી માટે ઉમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ ( ૦૧/૧૦/૨૦૦૦ થી ૦૧/૦૪/૨૦૦૪), શૈક્ષણિક લાયકાત SSC ( ૪૫ ટકા કોઈપણ વિષયમાં ૩૩ ટકાથી ઓછા નહીં) અથવા HSC પાસ, લંબાઈ ૧૫૨ સે.મી અને વજન ઊચાઈ મુજબ સપ્રમાણ લાયકાત રાજયના મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. જેના માટે ઇંડિયન આર્મી વેબ સાઈટ www.joinindianarmy.nic.in  ઉપર ૨૦ જુલાઈ ૨૦૨૧ સુધી અરજી કરવાની રહશે. વધુ માહિતી આર્મીની ઓફિસિયલ વેબ સાઈટ www.joinindianarmy.nic.in નોટિફિકેશનમાં મળી શકશે. અન્ય માહિતી માટે આર્મી રીકૃટીંગ ઓફિસ  હેલ્પલાઇન નંબર ૦૧૧-૨૬૧૭૩૮૪૦ અથવા નજીકના જિલ્લાની રોજગાર કચેરીનો સંપર્ક કરવો.

ઉપરાંત ભારતીય સૈન્યમાં મહિલાઓ માટેના ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન મળી તે માટે જિલ્લા રોજગાર કચેરી- ગીર સોમનાથ  દ્વારા ૨૮ જૂન ૨૦૨૧ ને સોમવારે  સવારે ૧૧:૦૦ કલાકે google meet ના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માંગતા મહિલા ઉમેદવારોએ google meet એપ્લિકેશનમાં https://meet.google.com/rcv-xamh-vdn લીક અથવા rcv-xamh-vdn પાસકોર્ડ દ્વારા ૨૮ જૂન ૨૦૨૧ ના રોજ જોઈન થવાનું રહશે. તેમ રોજગાર અધિકારીશ્રી ધોળકિયા, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

ગીર-સોમનાથ રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે ભારતીય સેનાના લશ્કરી ભરતી મેળાની માહિતી અને માર્ગદર્શન માટે વેબીનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: