ગીર સોમનાથ જીલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા ગેર કાયદેસર પેસેન્જર ભરતા વાહન ચાલક વિરુધ્ધ કરેલ કાર્યવાહી

મ્હે. ઈ.ચા.પોલીસ અધિક્ષક શ્રી જીતેન્દ્ર અગ્રાવત સાહેબ ગીર સોમનાથનાઓની તેમજ શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ નાઓની સુચના મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને

આજરોજ તા.૦૪/૦૮/૨૦૨૩ના ગીર સોમનાથ જીલ્લા હાઇવે ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પો સબ ઈન્સ એસ કે મહેતા સા નાં માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીલ્લા ટ્રાફિક શાખા નાં એ એસ આઇ ધીરેન્દ્રસિંહ સિંધવ તથા ભરતભાઈ વાજા તથા પોલીસ હેડ કોન્સ મુકેશભાઇ સિદ્ધપુરા તથા ટ્રાફિક કેમ્પર બોલેરો ટીમ સાથે એસ ટી વિભાગ નાં અધિકારી શ્રી બી એસ જોશી ટ્રાફિક સુરક્ષા શાખા જૂનાગઢ તથા શ્રી બી એન ભોળા આશીસ્ટંટ ટ્રાફિક સુરક્ષા શાખા વેરાવળ નાઓ સાથે c/o ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહન ચાલકો ને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ તથા વાહનો ડીટેઇન કરેલ છે અને વાહન ચાલકો ને ટ્રાફિક નિયમોનું ભાન કરાવેલ છે.

Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ