ગીર સોમનાથ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આજે કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે મળી હતી. આ બેઠકમાં નાગરિક સેવાઓની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને સરકારી વસુલાત અને મહાનુભાવશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓના ઉપરાંત પદાધિકારીઓના પત્રના સમયસર પ્રત્યુત્તર આપી અરજીઓનો નિકાલ થાય તે અંગે સંબંધિતોને સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ઉનાના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ અને તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનભાઇ બારડે રજૂ કરેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારી દ્વારા કરેલ કાર્યવાહી અંગેના જવાબ આપવામાં આવ્યા હતા. આ અંગે કલેકટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટરશ્રી લીંબાસીયા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ