
ચૂંટણી અંગેના સાહિત્ય, ભિંતપત્ર, પેમ્પલેટ, ચોપાનિયાના છાપકામ પર નિયંત્રણની રહેશે જોગવાઈઓ
———-
ગીર સોમનાથ, તા.૭: ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાશે. ભારતના ચૂંટણી આયોગની જોગવાઈ મુજબ ચૂંટણી અંગેના સાહિત્ય, ભિંતપત્ર, પેમ્પલેટ, ચોપાનિયાના છાપકામ પર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જે સબબ જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયના માલિકો, સંચાલકો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાને નીચે અનુસાર બાબતો જાણ કરવામાં આવે છે.
ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય જેવા કે ચોપાનિયા, ભીંતપત્રો, પેમ્પલેટ કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના નામ, સરનામા તથા પ્રિન્ટ કરેલ સાહિત્યની સંખ્યાની વિગતો અવશ્ય છાપેલા હોવા જોઈએ. ભારતના ચૂંટણીપંચના તા.૦૨/૦૯/૧૯૯૪ના હુકમની જોગવાઈ હેઠળ નિયત નમુના-કમાં એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્રકે ચાર નકલમાં મેળવી તેની એક નકલમાં ઉપર જણાવ્યાનુસાર મુદ્રિત કરેલ બે નકલો સાથે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને ૩ દિવસમાં મળી જાય તે રીતે રજૂ કરવાની રહેશે. આ વિસ્તૃત સામગ્રી અને એકરારપત્ર સાથે મુદ્રકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા અને તેના મુદ્રણ કામ અંગે થયેલ ખર્ચને લગતી માહિતી પણ નિયત નમુના-ખ મુજબ રજૂ કરવાની રહેશે.
ભારતના ચૂંટણી આયોગની જોગવાઈઓના કોઈપણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે તેમજ યોગ્ય કેસોમાં રાજ્યના પ્રસ્તુત કાયદા અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ/રજીસ્ટ્રેશન પણ રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની નોંધ લેવાં જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવેલ છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન