October 1, 2022

ગીર સોમનાથ જિલ્લા માં તૌકત વાવાઝોડાના આગોતરા આયોજન અંગે કલેકટર શ્રી અજયપ્રકાશ ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ……

ગીર સોમનાથ જિલ્લા માં તૌકત વાવાઝોડાના આગોતરા આયોજન અંગે કલેકટર શ્રી અજયપ્રકાશ ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ……
Views: 181
0 0

Share with:


Read Time:3 Minute, 24 Second

ગીર-સોમનાથ જિલ્લામાં તૈાકત વાવાઝોડાના આગોતરા આયોજન અંગે કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જિલ્લામાં જાન-માલની નુકશાની અટકાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયુ
ગીર-સોમનાથ તા.૧૫, ગીર-સોમનાથ જિલ્લામાં લૈાકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા આગોતરા આયોજન અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કલેકટરશ્રી અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. જિલ્લમાં તૈાકત વાવાઝોડાની આગાહી સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગાહી અનુસાર તા. ૧૭ અને ૧૮ ગીર-સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરશે.
જિલ્લા કલેકટરશ્રીએ વાવાઝોડા દરમ્યાન જિલ્લામાં જાન-માલની નુકશાની ના થાય તેમજ લોકો સુરક્ષિત રહે તે માટે લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, લોકો તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે કઇ પણ સુચનાઓ આપવામાં આવે તેનુ પાલન કરવું. સાગર ખેડુ મિત્રો હાલ દરીયામાં જવાનું ટાળે અને જે કોઇ સાગરખેડું દરીયાની અંદર માચ્છીમારી માટે ગયા હોય તેઓએ સત્વરે પરત ફરી જવા જણાવ્યું હતું. સ્થળાંતારની શક્યતાઓ છે તેવા નિંચાણવાળા વિસ્તારોના અને દરીયાકિનારાથી ૩ કી.મી.ની અંદર આવેલા ૪૧ ગામો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. તેમા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે. મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે જતા રહેવા જણાવ્યું હતું. જર્જરીત મકાન અને જોખમી હોડિંગ્સ સ્થાનિક પ્રસાશને દુર કરવા સહિતની બાબતોનું કલેકટરશ્રીએ ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ૨ ટીમ તેમજ એસ.ડી.આર.એફ. એક કંપનીનીનું આગમન થયેલ છે. જેમાં એન.ડી.આર.એફ. ઉના અને વેરાવળ ખાતે રહેશે. જ્યારે એસ.ડી.આર.એફ. કંપની સુત્રાપાડા ખાતે તૈનાત રહેશે. કોવીડ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને લાઇટ જાય તો અગવડતા ન પડે તે માટે હોસ્પિટલોએ જનરેટર/ઇનવેટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે અને ઓક્સીજનનો જથ્થો જાળવી રાખવાનો રહેશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રીપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીનદ્ર ખટાલે, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા સહિત તમામ વિભાગનાં સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: