September 28, 2023

ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એકટ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એકટ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
Views: 2283
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 59 Second

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સલાહકાર સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત બેઠકમાં નવા રિન્યુઅલ રજીસ્ટ્રેશન, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ દ્વારા કરવામાં આવેલા ક્લિનિકલ ઈન્સ્પેક્શન, પી.સી.પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ, જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ વધારવા શું પગલાંઓ લઈ શકાય? જેવા મુદ્દાઓ સહિત આઈ.ઈ.સી અને જિલ્લાના સેક્સરેશિયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. “ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે” તે અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વધુમાં લોકોમાં આ બાબતે પોતે જાગૃત થાય અને સારી આદતો કેળવાય તે આવશ્યક છે.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એકટ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એ.એસ.રૉય, ગીરગઢડા, ઉના, તાલાળા, વેરાવળ સહિત તમામ તાલુકાઓના હેલ્થ ઓફિસર, આરએમઓ, સરકારી હોસ્પિટલ વેરાવળ માઈક્રોબાયોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ સહિત શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author