
ગીર સોમનાથ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખાના ઉપક્રમે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્ષ વિના મૂલ્યે બે માસ ચાલવાનો છે તાલિમ પૂરી કરનાર તાલિમાર્થીઓને રૂપિયા ૬૦૦ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવનાર છે અને આરોગ્ય ખાતા અને રેડ ક્રોસ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં પ્રદેશમંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, પીપલ્સ બેંકના ચેરમેન અશોકભાઇ ગદા, એરાઇઝ એકેડેમીના શ્રી પ્રતિક ભુવા, સુત્રાપાડા રેડ ક્રોસના ચેરમેન અજય બારડ, ટ્રેઇનરો શ્રી જયેશભાઈ નંદાણીયા તથા કિરણબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ચેરમેન શ્રી કિરીટભાઇ ઉનડકટ દ્વારા સ્વાગત પ્રવચન અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી. તેમજ કોર્ષ વિશે વિસ્તૃત માહિતી વિરલ બજાણીયાએ આપી હતી. ઉપરાંત તૈયાર થઇ રહેલા બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન વિશે ગીરીશ ઠક્કરે માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે અશોકભાઇ ગદાએ તેમજ પિયુષભાઈ ફોફંડીએ પોતાના વક્તવ્યમાં શુભેચ્છાઓ તથા આશિર્વચન પાઠવ્યા હતા.
આ તકે આભાર દર્શન પ્રોજેક્ટ કો.ઓર્ડીનેકર અનિષ રાચ્છે કરેલ. જયારે કાર્યક્રમનું સંચાલન ડો.કેતન ટાંકે કરેલ. આ કાર્યક્રમમાં વિક્રમભાઇ તન્ના, કાઉન્સિલ ભારતીબેન ચંદ્રાણી, દિપકભાઇ ટિલાવત, જે.બી.મહેતા, મુકેશભાઇ ચોલેરા, ખેતસીભાઇ મૈઠીયા, રમેશભાઇ ગંગદેવ, નારણભાઇ બારડ, ભરતભાઇ ચોલેરા, મુકેશભાઇ ચોલેરા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામા રેડ ક્રોસ સભ્યો સર્વશ્રી સમીર ચંદ્રાણી, પરાગ ઉનડકટ, કમલેશ ફોફડી, ગીરીશ ઠક્કર, ગીરીશ વોરા, રાજુભાઇ પટેલ, અતુલ કાનાબાર, ભાવેશ મહેતા, મહેશ શાહ, વિરાજ ખખ્ખર, ચંદ્રેશ અઢિયા તથા નરેન્દ્ર ટહેલરામાણીએ જહેમત ઉઠાવી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી