October 1, 2022

ગીર સોમનાથ જિલ્લામાં 38 શિક્ષણ સહાયકોની નિમણૂક પત્રો એનાયત કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં 38 શિક્ષણ સહાયકોની નિમણૂક પત્રો એનાયત કરાયા
Views: 147
0 0

Share with:


Read Time:3 Minute, 24 Second
ગીર સોમનાથ જિલ્લામાં 38 શિક્ષણ સહાયકોની નિમણૂક પત્રો એનાયત કરાયા


           આદર્શ સમાજ નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય  કલેકટરશ્રી અજય પ્રકાશ
            ગીર સોમનાથ તા.1 ગીર સોમનાથ સેવા સદન ખાતે જિલ્લા ની બિન સરકારી અનુદાનિત શાળાઓ ના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 38 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ દ્વારા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા
 આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોને જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે અભિનંદન પાઠવ્યા હતા અને હાલ વાવાઝોડા સંદર્ભે શિક્ષકો દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે શિક્ષણ થકી દેશ આગળ આવશે અને દેશ ના ઉજ્જવળ ભવિષ્યમાં તમારું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરે આશા વ્યક્ત કરી હતી
  આ પ્રસંગે શિક્ષણ સહાયક તરીકે ડારી ની વિનય મંદિર સ્કૂલ ખાતે નિમણૂક પામેલ ઉમેદવાર નિધીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કપરા કાળમાં ભરતી પ્રક્રિયા પૂરી કરીને રોજગારી પૂરી પાડવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એ ડોડીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ.કે વાજા સહિત શિક્ષણ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા
         ———–
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ગીર સોમનાથ જિલ્લા માં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી
                                                                 ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા માં ઉના ગીર ગઢડા તાલુકામાં વધારે નુકસાની થઈ છે જે અન્વયે મુખ્યમંત્રીશ્રીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ પાસે પાસેથી અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલ કામગીરીની વિગતો જાણી હતી અને સૂચનો કર્યા હતા
   જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લામાં ૧૪ માનવ મૃત્યુ થયેલ છે તેમના વારસદારોને ૫૬ લાખ ચૂકવી આપેલ છે માનવ ઇજા થયેલ 39 લોકોને રૂ 10 લાખ ૨૫ હજારની સહાય પેટે ચૂકવવામાં આવેલ છે અને કેશડોલ ના  101284 લાભાર્થીને રુપિયા 57 82 97 60 ચૂકવવામાં આવેલછે ઉના શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે ઉના ગીર ગઢડા તાલુકાના બાકી રહેતા 91 ગામમાં 5 જૂન સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે ઘરવખરી સહાય ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: