
જન- જન સુધી વેક્સીન પહોંચાડવાની નેમ ગીર સોમનાત જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકાગાળામાં ૨૦,૭૪૭ જેટલા પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યાં છે. જેમાં આજે અપાયેલા ૪૨૫ ડોઝનો પણ સમાવેશ થાય છે. હાલમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પ્રકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેથી લોકોના આરોગ્યની સુરક્ષાની સાથે કોરોના વાયરસના સંક્રમણને ખાળી શકાય. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વેક્સીન લોકોને સુલભતાથી ઉપલબ્ધ થાય અને મહત્તમ રસીકરણ થાય તે માટે તંત્ર દ્વારા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સેંકડો રસીકરણ કેન્દ્ર કાર્યરત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્યના તંત્રના આયોજનબદ્ધ પગલાંઓના પરિણામે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ