
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંકલન હોલ કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં અધિક કલેક્ટરશ્રી બી.વી.લિંબાસિયાએ વિવિધ કચેરીઓના પ્રાંગણની સ્વચ્છતા, એકત્રિત કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના પૂર્વ આયોજન અંગે, નગરપાલિકામાં વોર્ડ વાઈઝ કાર્યક્રમો અંગે, રૂટ પ્લાન વગેરે વિશે ઝીણવટપૂર્વક માહિતી આપી અને સુનિશ્ચિત રીતે કાર્યક્રમોનું આયોજન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી દર્શનાબહેન ભગલાણીએ ઉપસ્થિત તમામ શીર્ષ અધિકારીશ્રીઓને કાર્યક્રમની સમગ્ર રૂપરેખા આપી હતી અને સાથે જ ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક ફ્રી’ તેમજ ‘ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ’ પર ભાર મૂકતાં કચરો એકત્રિત કરી ડિસ્પોઝ કરવા અંગે, શ્રમદાન માટે સ્થળ નક્કી કરવા અંગે, શ્રમદાન કાર્ય માટે નોડલ ઓફિસર્સની નિમણૂક, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, દરિયાકિનારા, બસસ્ટેન્ડ તેમજ ધાર્મિક સ્થળો પર શ્રમદાનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી જનભાગીદારી સાથે કાર્યક્રમનું સફળ આયોજન થાય તે રીતે આયોજન કરવા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
નોંધનીય છે કે પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મહત્તમ લોકભાગીદારીના ધ્યેય સાથે ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન થશે. આ તકે, જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી