October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૮૪૭૧ લોકોનું રસીકરણ

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૮૪૭૧ લોકોનું રસીકરણ
Views: 191
0 0

Share with:


Read Time:1 Minute, 47 Second
ગીર-સોમનાથ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૧૮૪૭૧ લોકોનું રસીકરણ


        ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વેકસીન એ કોરોના કાળમાં અમોદ્ય શસ્ત્ર સાબિત થયેલ છે.
        જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ વર્ષથી ઉપરનાને વેકસીન આપવાની કામગીરી વેરાવળ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રભાસ-પાટણ, સોમનાથ હોલ, ખારવા સમાજ વાડી, લોહાણા સમાજ વાડી, સતનામ હોલ સિંધી વાડી તાલાળા ખાતે, લોહાણા મહાજન વાડી, લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, બ્રહ્મા સમાજ સુત્રાપાડા ખતે પ્રાથમિક શાળા હરણાસા, નગરપાલિકા સુત્રાપાડા, ગીરગઢડા ખાતે અભિનવ સ્કુલ, કોડીનાર ખાતે નગરપાલિકા સંચાલિત બાલમંદીર, પ્રા.શાળા વડનગર, પ્રા.શાળા કાજ, કુમાર શાળા ઘાટવડ, ઉના ખાતે શ્રીજી સ્કુલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેલવાડા ખાતે  રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષના ૧૮૪૭૧ લોકોએ રસીકરણ કરાવેલ છે. જ્યારે ૪૫ થી વધુ વયના ૧૭૩૯૧૫ લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ અને ૫૨૦૧૯ લોકોએ વેકસીનનો બીજો ડોઝ લઇ લીધો છે. વધુને વધુ લોકો આગળ આવે અને આ રસીકરણની રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપે તેવો આરોગ્ય વિભાગના ડો.દીવ્યેશ ગૈાસ્વામીએ અનુરોધ કર્યો છે.
                 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: